બજેટ 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ2026માં કસ્ટમ ડ્યુટીમાં ધરખમ કાપ મૂકીને સામાન્ય જનતાને રાહત આપી છે. દવાઓ અને સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટ સસ્તા થતા હવે સામાન્ય માણસનું સ્વાસ્થ્ય અને યુવાનોનું સપનું બંને વધુ સુદ્રઢ બનશે. જાણો આજના બજેટના એ મોટા નિર્ણયો જે તમારા જીવન પર સીધી અસર કરશે
બજેટ 2026: આ વસ્તુઓ થશે સસ્તી (Cheaper List)
કેન્સર અને ડાયાબિટીસની દવાઓ: ગંભીર બીમારીઓ સામે લડતા દર્દીઓ માટે મોટી રાહત આપતા નાણામંત્રીએ કેન્સર અને ડાયાબિટીસની દવાઓ પરની ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે, જેનાથી આ દવાઓ હવે સસ્તી મળશે.
સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ (રમતગમતના સાધનો): યુવાનો અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સ ગુડ્સ પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. હવે બેટ, બોલ અને અન્ય રમતગમતના સાધનો સસ્તા થશે.
મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ:
બેટરીના ઉત્પાદન માટે વપરાતા કાચા માલ પરની રાહતને કારણે સ્માર્ટફોન અને ટેબ્લેટના ભાવમાં ઘટાડો થશે.
સોના-ચાંદીની જ્વેલરી: જ્વેલરી પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી સોના અને ચાંદીના દાગીના ખરીદવા સસ્તા બનશે.
આયુર્વેદિક દવાઓ: આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે પણ કેટલીક મહત્વની રાહતો જાહેર કરાઈ છે.
આ વસ્તુઓ થશે મોંઘી (Costlier List)
ઈમ્પોર્ટેડ લક્ઝરી કાર: વિદેશથી મંગાવવામાં આવતી લક્ઝરી કાર પર ટેક્સ વધારવામાં આવ્યો છે.
સિગારેટ અને તમાકુ: સરકાર દર વર્ષની જેમ આ વખતે પણ સિગારેટ અને તમાકુ પેદાશો પરની ડ્યુટી વધારીને તેને મોંઘી કરી છે.
ઈમ્પોર્ટેડ આભૂષણો (કિંમતી પથ્થરો): બહારથી આવતા અમુક કિંમતી હીરા અને પથ્થરો પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે.
આ પણ વાંચો : મધ્યમ વર્ગ માટે મોટી રાહત! કેન્સરની 17 દવાઓ સહિત આ વસ્તુઓ થશે સસ્તી, સરકારે કરી મોટી જાહેરાત

