અમરેલીના ધારીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતાં મૌલાનાના મદરેસા પર ચાલ્યું બુલડોઝર

મૌલાના પાકિસ્તાન કનેક્શન- અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી પરા વિસ્તારમાં આવેલા એક મદરેસા પર પાલિકા દ્વારા કડક પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મદરેસાની સામે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથે કનેક્શન હોવાના આરોપો બાદ પોલીસે તોડફોડની કાર્યવાહી કરી હતી.

શું છે મામલો?

મૌલાના પાકિસ્તાન- મદરેસાના સંચાલક મૌલાના મોહમ્મદફઝલ અબ્દુલઅઝીઝ શેખના પાકિસ્તાન અને અન્ય દેશો સાથેના સંશોધિત કનેક્શન બાદ સમગ્ર ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.મૌલાનાને પહલગામ આતંકી હુમલા બાદ શંકાસ્પદ સ્થિતિમાં અમરેલી પોલીસે ઝડપી લીધો હતો.પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે તેના ફોનમાંથી 7 શંકાસ્પદ પાકિસ્તાની અને અફઘાન વોટ્સએપ ગ્રુપની માહિતી સામે આવી હતી

ડિજિટલ પુરાવાઓ પરથી ખુલાસો
મૌલવીના મોબાઇલમાંથી કેટલાક પાકિસ્તાન આધારિત સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા હતા.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ગ્રુપના સંચાલનનું મુખ્ય કેન્દ્ર પાકિસ્તાનમાં છે.ગ્રુપમાં મુખ્યત્વે અરબી ભાષાના સંદેશાઓની આપલેથતી હતી, જેને ગુજરાતીમાં અનુવાદ કરીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

મદરેસાનું બાંધકામ ગેરકાયદેસર
એસડીએમ તપાસમાં મદરેસાની પાસે કોઈ પણ કાયદેસર દસ્તાવેજો ન મળ્યા.મદરેસાનું બાંધકામ મફતમાં ફાળવવામાં આવેલા પ્લોટ પર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું.ડીએસપી પીઆર રાઠોડે જણાવ્યું કે સંચાલકોએ જમીન અંગે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા.

પોલીસ કાર્યવાહી
મૌલાના હાલ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયો છે.મદરેસામાં અત્યાર સુધી કોણ કોણ આવતું હતું અને મૌલાના કયા કયા પાકિસ્તાન કનેક્શન ધરાવે છે તે અંગે એસઓજી અને સ્થાનિક પોલીસ તપાસ ચલાવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *