રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પાસે બસ નદીમાં ખાબકી,સુરતની દિકરી સહિત બેના મોત

 રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર બસ દુર્ઘટના:  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર ધોલતીર વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ, જેમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ટેમ્પો ટ્રાવેલર મિની બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયાં છે, 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 10 લોકો હજુ ગુમ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, SDRF અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી.

દુર્ઘટનાની વિગતો
રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર બસ દુર્ઘટના: આ ઘટના સવારે 8 વાગ્યે રુદ્રપ્રયાગના ધોલતીર વિસ્તારમાં સ્ટેટ બેંક વળાંક પાસે બની. બસ છબદ્રીનાથ તરફ જઈ રહી હતી, જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 20 મુસાફરો સવાર હતા. ભારે વરસાદને કારણે અલકનંદા નદીમાં પાણીનો પ્રવાહ ઝડપી હતો, જેના કારણે બસ ખાડામાં પડતાં ઘણા મુસાફરો નદીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા છે.

મૃતકોની વિગતો
આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયાં છે:
ડ્રીમી સોની, 17 વર્ષ, સુરત, ગુજરાત
વિશાલ સોની, 42 વર્ષ, મધ્ય પ્રદેશ

ઈજાગ્રસ્તોની યાદી
ઈજાગ્રસ્ત મુસાફરોને રુદ્રપ્રયાગની જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં નીચે મુજબના લોકો સામેલ છે:
દિપીકા સોની, 42 વર્ષ, રાજસ્થાન
હેમલતા સોની, 45 વર્ષ, રાજસ્થાન
ઈશ્વર સોની, 46 વર્ષ, ગુજરાત
અમિતા સોની, 49 વર્ષ, મહારાષ્ટ્ર
ભાવના સોની, 43 વર્ષ, ગુજરાત
ભવ્ય સોની, 7 વર્ષ, ગુજરાત
પાર્થ સોની, 10 વર્ષ, મધ્ય પ્રદેશ
સુમિત કુમાર, 23 વર્ષ, ડ્રાઈવર, હરિદ્વાર

ગુમ થયેલા લોકો
અલકનંદા નદીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયેલા 10 મુસાફરોની હજુ કોઈ ભાળ મળી નથી. તેમના નામ નીચે મુજબ છે:
રવિ ભાવસાર, 28 વર્ષ, ઉદયપુર, રાજસ્થાન
મૌલી સોની, 19 વર્ષ, સુરત, ગુજરાત
લલીત કુમાર સોની, 48 વર્ષ, રાજસ્થાન
ગૌરી સોની, 41 વર્ષ, મધ્ય પ્રદેશ
સંજય સોની, 55 વર્ષ, ઉદયપુર, રાજસ્થાન
મયૂરી, 24 વર્ષ, સુરત, ગુજરાત
ચેતના સોની, 52 વર્ષ, રાજસ્થાન
ચેષ્ઠા, 12 વર્ષ, સુરત, રાજસ્થાન
કટ્ટા રંજના અશોક, 54 વર્ષ, મહારાષ્ટ્ર
સુશીલા સોની, 77 વર્ષ, રાજસ્થાન

બચાવ કામગીરી
SDRF, જિલ્લા પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. SDRFની ટીમ ઘટનાસ્થળથી 40 કિમી દૂર શ્રીનગર, ગઢવાલમાં બંધ નજીક શોધખોળ કરી રહી છે, જ્યાં ગુમ થયેલા મુસાફરો નદીના પ્રવાહમાં તણાઈ ગયા હોવાની શક્યતા છે.

હાલની સ્થિતિ
ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્ર ગુમ થયેલા લોકોને શોધવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો-  કાળુસિંહ ડાભીની આગેવાની હેઠળ ખેડા કોંગ્રેસને મળશે નવી દિશા, 28 જૂને યોજાશે સત્કાર સમારંભ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *