મહેમદાવાદ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર- મહેમદાવાદમાં ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને કારકિર્દી અને શૈક્ષણિક વિકલ્પો અંગે માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી એક નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 26 મે, 2025ના રોજ સફળતાપૂર્વક યોજાયો. આ સેમિનારની માહિતી ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કરીમભાઇ મલેકનો સન્માન કરવારમાં આવ્યો હતો.ડિગ્રી કોલેજના ડાયરેકટર ધારિણીબેને કારર્કિદી માટે યુવાનોને ખાસ માર્ગદર્શન પણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ.મહેશ પરીખ, સર્વોદય કો.ઓપરેટિવ ક્રેડિટ સાેસાયટીના મેનેજર રફીક મન્સુરી સહિત સોસાયટીના ડાયરેકટર બસીરભાઇ સહિત જોલી ગ્રુપના પ્રમુખ સાજીદ મલેક, યાસીનભાઇ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કરીમભાઇ સહિતના મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરાયો હતો
મહેમદાવાદ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર- સેમિનારનું આયોજન ડી.એ. એન્જિનિયરિંગ કોલેજ, એજ્યુકેશન કેમ્પસ, મહેમદાવાદ ખાતે સવારે 10:00 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ અને કારકિર્દીના ક્ષેત્રના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને ઇજનેરી, મેડિકલ, આર્ટસ, કોમર્સ, વોકેશનલ કોર્સિસ સહિત વિવિધ અભ્યાસક્રમો અને કારકિર્દીના વિકલ્પો વિશે વિગતવાર માહિતી આપી. વિદ્યાર્થીઓની રુચિ, ક્ષમતા અને ભાવિ લક્ષ્યોને ધ્યાનમાં રાખીને યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરવામાં મદદ કરવામાં આવી.
આ સેમિનારમાં વાલીઓને તેમના બાળકોના ભવિષ્યના નિર્ણયો લેવામાં સહાય કરવામાં આવી, અને નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક હતો અને તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો. આ સેમિનાર ખાસ કરીને ધો. 10 અને ધો. 12ના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થયો, જેમાં તેમને તેમના ભવિષ્યનું આયોજન કરવામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું.
આ પણ વાંચો – અમવા અને રઝા એકેડમી દ્વારા આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025″ની પૂર્ણાહુતિ