CAT Result Gujarat : ગુજરાતના 4 વિદ્યાર્થીઓ CATમાં ઝળક્યા: ગણિતમાં નાપાસથી 99.74 PR સુધીની પ્રેરણાદાયક સફર

CAT Result Gujarat

CAT Result Gujarat : IIM અને દેશના અન્ય પ્રખ્યાત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે લેવાતી કોમન એડમિશન ટેસ્ટ (CAT)નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે સમગ્ર દેશમાં 14 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવીને સૌથી ઊંચું સ્થાન મેળવ્યું છે, જ્યારે 29 વિદ્યાર્થીઓએ 99.99 પર્સન્ટાઇલ મેળવી છે, જેમાં 2 વિદ્યાર્થીઓ ગુજરાતના છે. સાથે જ, 99.98 પર્સન્ટાઇલ ધરાવતા 30 વિદ્યાર્થીઓમાં પણ ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

CAT Result Gujarat -એક ગુજરાતી વિદ્યાર્થીએ અંગ્રેજી વિષયમાં 99.99 પર્સન્ટાઇલ મેળવીને નવું માપદંડ ઊભું કર્યું.
સ્કૂલની પ્રિ-બોર્ડ પરીક્ષામાં ગણિતમાં નાપાસ થયેલા બીજા વિદ્યાર્થીએ CATમાં ગણિતમાં 99.74 પર્સન્ટાઇલ મેળવી શાનદાર પુનરાગમન કર્યું.શિક્ષણમાં મહેનત અને શિખર સુધી પહોંચવાના પ્રેરણાદાયક ઉદાહરણો

હર્ષિત ગુપ્તા:

હર્ષિતે CATમાં 99.51 પર્સન્ટાઇલ મેળવી છે અને તે હાલ નિરમા યુનિવર્સિટીમાંથી BBAનો અભ્યાસ કરી રહ્યો છે. તેણે કહ્યું કે પ્રિ-બોર્ડમાં તે ગણિતમાં નાપાસ થયો હતો, પરંતુ CAT માટે વિશેષ મહેનત કરીને ગણિતમાં 99.74 પર્સન્ટાઇલ હાંસલ કરી છે.

હેતવ શાહ:

હેતવે CATમાં 99.86 પર્સન્ટાઇલ મેળવી છે. તેમણે જણાવ્યું કે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરવાના કારણે અંગ્રેજી વિષય અઘરો પડતો હતો, પરંતુ દિવસને-રાત મહેનત કરીને તેઓએ CATમાં અંગ્રેજી વિષયમાં 99.99 પર્સન્ટાઇલ મેળવ્યા છે.

વિત્રાકનું ખાસ ઉદાહરણ:

વિત્રાકે 99.35 પર્સન્ટાઇલ સાથે એમબીએના માટે મહેનત કરી છે. તેના પિતાના અવસાન પછી તેની માતાએ દુકાન સંભાળી અને તેના સપનાને સાકાર કરવામાં મદદ કરી.

CATની પરીક્ષામાં ગુજરાતની ચમક

CATની આ વર્ષે 3.29 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 2.93 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. દેશની 86 નોન-IIM ઇન્સ્ટિટ્યૂટ પણ CATના સ્કોરના આધારે પ્રવેશ આપે છે.

પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓને આવતા 7 દિવસમાં ઇન્સ્ટિટ્યૂટની પસંદગી માટે ઇમેઇલ મોકલાશે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને અંતિમ પ્રવેશ યાદી તૈયાર થશે.

આ પ્રકારના પરિણામો શિક્ષણમાં મહેનત અને પ્રતિબદ્ધતાના મહત્વને સ્પષ્ટ કરે છે, અને ગુજરાતના વિદ્યાર્થીઓએ સિદ્ધ કરેલું શ્રેષ્ઠ ફળ આગળ વધવા માટેનું પ્રેરણાસ્રોત છે.

આ પણ વાંચો-   સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *