સાબર ડેરી માં દૂધના ભાવને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આખરે પશુપાલકોની જીત થઇ થે, અને સાબર ડેરીના વહીવટી તંત્રએ ભાવ ફેરકરવાની મોટી જાહેરાત કરી છે.સાબર ડેરીએ નિયામક મંડળની બેઠકમાં નિર્ણય લઈ, વાર્ષિક ભાવફેર તરીકે પ્રતિ કિલો ફેટદીઠ ₹995 ચૂકવવાની જાહેરાત કરી છે.
સાબર ડેરી અગાઉ પશુપાલકોને ₹960 પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં આવતો હતો. હવે બાકીના ₹35નો તફાવત આગામી સાધારણ સભા પછી ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે, પરંતુ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે.
ડેરી પશુપાલકોના સતત પ્રયાસો અને એકતાને કારણે આ નિર્ણય લેવાયો છે, જે તેમના માટે મોટી સફળતા ગણાય છે. આ ભાવવધારો પશુપાલકોની આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને ડેરી ઉદ્યોગને વધુ ટકાઉ બનાવશે.
આ પણ વાંચો- ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ અમિત ચાવડા ફરીથી પ્રદેશ અધ્યક્ષ, તુષાર ચૌધરી બન્યા વિધાનસભા નેતા