Road Accident Cashless Treatment- કેન્દ્ર સરકારે મંગળવારે દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, માર્ગ અકસ્માતનો ભોગ બનેલી કેશલેસ સારવાર યોજના, 2025 હેઠળ ઈજાગ્રસ્ત વ્યક્તિ અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ નિયુક્ત હોસ્પિટલમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકશે.આ યોજના 5 મે, 2025થી દેશભરમાં અમલમાં આવી ગઈ છે.
Road Accident Cashless Treatment – યોજનાની મુખ્ય વિશેષતાઓ
કોણ હકદાર?
જે કોઈ વ્યક્તિ મોટર વાહનના ઉપયોગથી થયેલા માર્ગ અકસ્માતનો ભોગ બને છે, તે આ યોજના હેઠળ કેશલેસ સારવાર મેળવી શકે છે.
સારવારની મર્યાદા
અકસ્માત બાદ સાત દિવસ સુધી 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર.
અમલીકરણ
નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) પોલીસ, હોસ્પિટલો અને રાજ્યની આરોગ્ય એજન્સીઓ સાથે સંકલન કરી યોજનાને અમલમાં લાવશે.
નીતિન ગડકરીની જાહેરાત
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જાન્યુઆરીમાં આ યોજના અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર માર્ગ અકસ્માત પીડિતો માટે સુધારેલી યોજના લાવશે, જેનો ઉદ્દેશ્ય તાત્કાલિક અને નાણાકીય બોજ વિના સારવાર પૂરી પાડવાનો છે.
યોજનાનો હેતુ
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતના પીડિતોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો અને તેમના પરિવારો પર આર્થિક બોજ ઘટાડવાનો છે. આ પહેલથી દેશભરમાં અકસ્માતના કેસોમાં મૃત્યુદર ઘટાડવામાં મદદ મળશે.
નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) આ યોજનાને સફળ બનાવવા માટે હોસ્પિટલો, પોલીસ અને રાજ્ય આરોગ્ય એજન્સીઓ સાથે સહયોગ કરશે. આ યોજના હેઠળ નિયુક્ત હોસ્પિટલોમાં સરળ અને ઝડપી સારવારની વ્યવસ્થા કરવામાં આવશે.