ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના અફસર જહાં – ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના લીગલ સેલના રાષ્ટ્રીય સચિવ અફસર જહાંના નેતૃત્વમાં એક ડેલિગેશન ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા ડિમોલિશનના પીડિતોને મળવા પહોંચ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્ય સરકારની કામગીરી પર આકરી ટીકા કરી હતી.તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અહીની સરકાર અસંવેદનશીલ છે

ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના લીગલ સેલના રાષ્ટ્રીય સચિવ અફસર જહાં
અફસર જહાંએ વધુમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારે ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા લોકોનું સરઘસ કાઢ્યું, જેમાં મોટાભાગના ભારતીય નાગરિકો હતા. આ કાર્યવાહી બિલકુલ ખોટી હતી સરકારે દાવો કર્યો કે આ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે, પરંતુ તપાસમાં મોટાભાગના લોકો બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળ સહિત ગુજરાતના નાગરિકો હોવાનું સામે આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડિમોલેશન બાદ તેમના ચંડોળા તળાવ વિસ્તારના પુરાવાઓને હોસ્પિટલ માન્ય નથી ગણતી અને તેમની સારવાર કરવાની ના પાડે છે તે કેટલા અંશે વ્યાજબી છે..? સરકારે તેમના પુનવર્સન માટે સત્વરે નિરાકણ માટે યોગ્ય પગલાં લેવા જોઇએ.
અફસર જહાંએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને લઈને પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે પૂછ્યું, “શું UCCમાં આદિવાસી સમુદાયોને સામેલ કરવામાં આવ્યા છે? આ તો મુસ્લિમ શરિયા પર સીધો હુમલો છે. જો બધા ભારતીય સમુદાયોને UCC હેઠળ સમાવવામાં આવશે, તો જ અમે આ મુદ્દે વિચાર કરીશું, તેમણે વકફ મુ્દે પણ સરકારને વિચાર કરવા માટે અપીલ કરી હતી.

જ્યારે ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ પણ સરકારને અપીલ કરી હતી કે જે લોકો બેઘર થયા છે તેમને સત્વરે મકાન ફાળવવામાં આવે અને તેમનો જે મકાનનો હપ્તો છે તે ઓછો રાખવામાં આવે. ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ચંડાળા તળાવના પીડિતો માટે સહાય સહિત જે પણ મદદ કરાતી હશે તે પ્રાથમિક ધોરણ કરવામાં આવશે.