ચારધામ યાત્રા 2026 માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે

Char Dham Yatra Registration Fee

Char Dham Yatra Registration Fee : ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી નિઃશુલ્ક રહેલી ઓનલાઈન નોંધણી (Registration) પ્રક્રિયા માટે હવે યાત્રાળુઓએ નિર્ધારિત ફી ચૂકવવી પડશે. સરકારનો મુખ્ય હેતુ યાત્રા દરમિયાન થતી નકલી નોંધણીઓ પર લગામ લગાવવાનો અને યાત્રાળુઓની સંખ્યાનું સચોટ સંચાલન કરવાનો છે.

Char Dham Yatra Registration Fee: કેમ લેવાયો આ નિર્ણય?

અત્યાર સુધી ઓનલાઈન નોંધણી મફત હોવાને કારણે મોટી સંખ્યામાં નકલી નોંધણીઓ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આના કારણે સરકાર પાસે યાત્રાળુઓનો સાચો આંકડો રહેતો નહોતો અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડતી હતી. આ છેતરપિંડી અટકાવવા અને માત્ર ગંભીર યાત્રાળુઓ જ નોંધણી કરાવે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ટોકન ફી વસૂલવાનું નક્કી કરાયું છે.

કેટલી હશે ફી?

ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેના જણાવ્યા મુજબ, ફીનું માળખું નક્કી કરવા માટે ગઢવાલ વિભાગના એડિશનલ કમિશનરની અધ્યક્ષતામાં એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. પ્રાથમિક ચર્ચા મુજબ, ન્યૂનતમ ફી ₹10 રાખવાની દરખાસ્ત છે. સમિતિનો સત્તાવાર રિપોર્ટ રજૂ થયા બાદ અને રાજ્ય સરકારની મંજૂરી મળ્યા પછી અંતિમ રકમની જાહેરાત કરવામાં આવશે.

યાત્રાળુઓની સંખ્યા પર રહેશે દેખરેખ

નોંધણી પ્રક્રિયા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પવિત્ર ધામોની મુલાકાત લેતા લોકોની સચોટ માહિતી રાખવાનો છે. ફી લાગુ થવાથી સિસ્ટમ વધુ પારદર્શક બનશે અને વાસ્તવિક યાત્રાળુઓને હાલાકી ભોગવવી પડશે નહીં. યાત્રાના સુચારુ સંચાલન માટે ટૂંક સમયમાં જ નવી ફી સાથેનું પોર્ટલ કાર્યરત કરવામાં આવશે.

આ પણ વાંચો: Surya Grahan 2026 નું પ્રથમ સૂર્યગ્રહણ અને ‘પંચગ્રહી યોગ’નો દુર્લભ સંયોગ,આ રાશિનું ચમકશે ભાગ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *