ઈરાનથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને ચાર્ટર્ડ વિમાન દિલ્હી પહોંચ્યું,બીજી ફલાઇટ સવારે 10 વાગે આવશે

ઈરાનના મશહદથી પહેલું ચાર્ટર્ડ વિમાન – ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કરીને પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવાનું કામ શરૂ કર્યું છે. આ કામગીરી હેઠળ, ઈરાનના મશહદથી પહેલું ચાર્ટર્ડ વિમાન શુક્રવારે રાત્રે લગભગ 11:40 વાગ્યે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સુરક્ષિત રીતે ઉતર્યું. આ ફ્લાઇટ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને લઈ જઈ રહી હતી.

ઈરાનના મશહદથી પહેલું ચાર્ટર્ડ વિમાન ભારત સરકાર તબક્કાવાર રીતે મશહદથી કુલ 1,000 ભારતીયોને પરત લાવી રહી છે. આ બચાવ કામગીરી માટે ઈરાનની મહાન એરની ચાર્ટર્ડ ફ્લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ઈરાનમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ મોહમ્મદ જાવદ હુસૈનીએ મીડિયાને માહિતી આપતા કહ્યું, “અમે ભારતીયોને અમારા પોતાના લોકો માનીએ છીએ. ઈરાનનું હવાઈ ક્ષેત્ર બંધ છે પરંતુ અમે ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર માટે તેને અસ્થાયી રૂપે ખોલવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.”

ઈરાની અધિકારીએ કહ્યું, “પહેલી ફ્લાઇટ શુક્રવારે રાત્રે દિલ્હી પહોંચશે અને શનિવારે વધુ બે ફ્લાઇટ્સ ભારત માટે રવાના થશે.” બીજી ફ્લાઇટ શનિવારે સવારે અશ્ગાબતથી રવાના થશે અને લગભગ 10 વાગ્યે દિલ્હી પહોંચશે, જ્યારે ત્રીજી ફ્લાઇટ શનિવારે સાંજે ભારત પહોંચશે.

ભારતે ઓપરેશન ‘સિંધુ’ શરૂ કર્યું છે

આ રાહત પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પરિસ્થિતિ સતત બગડી રહી છે અને આ ક્ષેત્રમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં, ભારત સરકારે તત્પરતા બતાવી અને ઓપરેશન સિંધુ શરૂ કર્યું, જેથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ અન્ય ફસાયેલા ભારતીય નાગરિકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દરેક નાગરિકની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને આ સંકટની ઘડીમાં દરેક જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *