RCB Victory Parade: બુધવારે (૪ જૂન) બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે થયેલી નાસભાગે RCBના ઐતિહાસિક વિજયના જશ્નને શોકમાં ફેરવી દીધો. મળતી માહિતી મુજબ, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ૧૧ થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ઘણા બાળકો પણ શામેલ છે અને ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.
RCB Victory Parade: આ અકસ્માત ત્યારે થયો જ્યારે RCBના ચાહકો ટીમના સન્માન સમારોહમાં હાજરી આપવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા. વધતી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. જોકે, મૃત્યુઆંક હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવ્યો નથી. અધિકારીઓએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે.
નોંધનીય છે કે RCBએ મંગળવારે (૩ જૂન) પંજાબ કિંગ્સને ૬ રનથી હરાવીને ૧૮ વર્ષની રાહ જોયા પછી પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું હતું. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમનો આ વિજય ચાહકો માટે એક ખાસ ક્ષણ હતો, પરંતુ આ દુ:ખદ ઘટનાએ આ ખુશી પર કાળો પડછાયો નાખ્યો હતો.ઘટના બાદ પત્રકાર પરિષદ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, “હું આ ઘટનાનો બચાવ કરવા માંગતો નથી. અમારી સરકાર આના પર રાજકારણ નહીં કરે. મેં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને 15 દિવસનો સમય આપ્યો છે. લોકોએ સ્ટેડિયમના દરવાજા પણ તોડી નાખ્યા. ભાગદોડ મચી ગઈ. કોઈને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. સ્ટેડિયમમાં ફક્ત 35,000 લોકોની ક્ષમતા છે, પરંતુ 2-3 લાખ લોકો આવ્યા હતા.
આ પણ વાંચો – લો બોલો હવે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી ટીટી ઝડપાયો