Hospital in a leafy shed in Mehmadabad – ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ સરકાર એકશનમાં આવી ગઇ છે. મહેમદાવાદના ખાત્રેજ ચોકડી પર વેદ હોસ્પિટલ પર આરોગ્ય વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી. ખાત્રેજ ચોકડી પર આવેલી વેદ હોસ્પિટલ વિવાદમાં આવી ગઇ છે. આ વેદ હોસ્પિટલે પતરાના શેડ હોસ્પિટલમાં શરૂ કરી દીધી જેના લીઘે આરોગ્ય વિભાગે તપાસ અર્થે હોસ્પિટલમાં પહોંચ્યાા હતા. હોસ્પિટલની અચાનક તપાસ હાથ ધરતા હોસ્પિટલના તમામ સ્ટાફ દહેશતમાં આવી ગયો હતાે.
Hospital in a leafy shed in Mehmadabad- વેદ હોસ્પિટલમાં તપાસ દરમિયાન કેટલી ક્ષતિઓ પણ ઉજાગર થઇ છે, તેનો રિર્પોટ આરોગ્ય વિભાગની ટીમે તૈયાર કર્યો છે. અને આ તૈયાર કરાયેલો રિર્પોટ સરકારમાં સબમિટ કરી દેવામાં આવ્યો છે. વેદહોસ્પિટલના તબીબે પોતાની હોસ્પિટનું રિનોવેશનનું કામ થતું હોવાથી પતરાના શેડમાં હોસ્પિટલ શરૂ કરી હતી. જેને લઇને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. પતરાની શેડમાં હોસ્પિટલ ચલાવવી કેટલું યોગ્ય છે…? હાલ વેદ હોસ્પિટલમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. આરોગ્યની ટીમના સીએચઓને ગુજરાત સમયે ફોન કર્યો હતો પણ તેમનો ફોન બંધ આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ વેદ હોસ્પિટલનો રિર્પોટ તૈયાર કરીને સરકારમાં સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો – અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ થતા બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત, પોલીસે શરૂ કરી સઘન તપાસ