લાઈવ મેચ દરમિયાન ક્રિકેટરનું મોત, કેમેરામાં કેદ થઈ ઘટના,જુઓ વીડિયો

લાઈવ મેચ દરમિયાન ક્રિકેટરનું મોત

લાઈવ મેચ દરમિયાન ક્રિકેટરનું મોત  – આજકાલ હાર્ટ એટેકની ઘટનાઓ અવારનવાર જોવા મળી રહી છે. હાલમાં જ લાઈવ મેચ દરમિયાન 35 વર્ષીય ક્રિકેટરનું મોત થયું હતું. આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. ઈમરાન પટેલ નામના ક્રિકેટરને મેચ દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. ક્રિકેટરના મોતની આ ઘટના પુણેમાં રમાઈ રહેલી લીગ દરમિયાન બની હતી.

ઘટના કેમેરામાં કેદ
ઇમરાન પટેલ લીગ મેચ માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે ગરવારે સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો, જ્યારે થોડી ઓવર પછી તેણે અમ્પાયરોને તેના ડાબા હાથ અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જ્યારે તે પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે તે બેહોશ થઈ ગયો હતો. મેચના લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાર્ટ એટેક બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
હાર્ટ એટેક આવતા ઈમરાન બેભાન થઈ ગયો હતો. જે બાદ તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઈમરાનના મૃત્યુ બાદ તેની ટીમના સાથી નસીર ખાને જણાવ્યું કે તેને અગાઉ કોઈ બીમારી નથી. તેની શારીરિક સ્થિતિ પણ ઘણી સારી હતી અને તે સતત ક્રિકેટ પણ રમી રહ્યો હતો. તે એક સારો ઓલરાઉન્ડર હતો, તેના નિધનથી આપણે બધા આઘાતમાં છીએ.

નોંધનીય છે કે આજકાલ હાર્ટ એટેકની ઘટનાઓ અવારનવાર જોવા મળી રહી છે. હાલમાં જ લાઈવ મેચ દરમિયાન 35 વર્ષીય ક્રિકેટરનું મોત થયું હતું. આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. ઈમરાન પટેલ નામના ક્રિકેટરને મેચ દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. ક્રિકેટરના મોતની આ ઘટના પુણેમાં રમાઈ રહેલી લીગ દરમિયાન બની હતી

આ પણ વાંચો –   પોલીસની વેરિફિકેશન રિર્પોટ નેગેટિવ હોવા છંતા પાસપોર્ટ બનશે, હાઇકોર્ટે આપ્યો ચુકાદો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *