Delhi BJP Candidate List:પ્રવેશ વર્મા કેજરીવાલ સામે ચૂંટણી લડશે, દિલ્હીમાં ભાજપની પ્રથમ યાદી જાહેર

BJP

Delhi BJP Candidate List :ભાજપે શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં કુલ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નવી દિલ્હી સીટ પરથી અરવિંદ કેજરીવાલ સામે ભાજપે પૂર્વ સાંસદ પ્રવેશ વર્માને ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે ભાજપે AAPમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ કેબિનેટ મંત્રી કૈલાશ ગેહલોતને પણ પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપે AAP સામે તેના અગ્રણી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે
Delhi BJP Candidate List:ભાજપે પોતાની પ્રથમ યાદીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સામે ઘણા મોટા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ અરવિંદ કેજરીવાલ સામે નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી પરવેશ વર્માને ટિકિટ આપી છે. પૂર્વ સાંસદ રમેશ બિધુરીને કાલકાજી સીટથી સીએમ આતિશી સામે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય રવીન્દ્ર સિંહ નેગીને ફરીથી પટપરગંજ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો –  ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *