લાલ કિલ્લા પાસે થયેલા ભયંકર વિસ્ફોટનો નવો CCTV વીડિયો આવ્યો સામે!જુઓ વીડિયો

Delhi Blast CCTV Theory: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર વિસ્ફોટનો નવો CCTV Video (સીસીટીવી વિડિયો) સામે આવ્યો છે, જેણે આ ઘટનાને એક નવો વળાંક આપ્યો છે. વિડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, વિસ્ફોટ થયેલી i-20 કાર વાહનોની ધીમી ગતિએ ચાલતી ટ્રાફિક લાઇન વચ્ચે ધીરે ધીરે રેડ લાઈટ તરફ આવી રહી હતી. અચાનક, ટ્રાફિકમાં ચાલી રહેલી આ કારમાં ભયાનક વિસ્ફોટ થાય છે, જેના કારણે નજીકના Six to Seven Vehicles (છ થી સાત વાહનો) ના ટુકડા થઈ જાય છે, જે હુમલાની તીવ્રતા દર્શાવે છે.

Delhi Blast CCTV Theory આ કાર બૉમ્બ વિસ્ફોટને લઈને હવે એક નવી થિયરી બહાર આવી રહી છે, જે આતંકવાદી ડોક્ટર ઉમરના ગભરાહટ તરફ ઈશારો કરે છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે એક વાયરલ પોસ્ટ દ્વારા એવી અટકળોને જન્મ આપ્યો છે કે, આતંકવાદી ઉમર પોલીસના દબાણને કારણે ગભરાઈ ગયો હતો અને તેણે ડરથી ઉતાવળે વિસ્ફોટ કર્યો હતો. આ હુમલો આત્મઘાતી (Suicide Bombing) હતો કે નહીં તે પ્રશ્ન હજુ ચર્ચામાં છે. 10 નવેમ્બરના રોજ સાંજે 6:10 વાગ્યે કાશ્મીર પોલીસે ઇન્સ્ટાગ્રામ પર એક ચેતવણીરૂપ મેસેજ પોસ્ટ કર્યો હતો: ‘You can run but you can’t hide’ (તમે દોડી શકો છો, પણ તમે છુપાઈ શકતા નથી).

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ધમકીભરી પોસ્ટ અથવા નજીકની કોઈ પોલીસ ચોકી જોઈને ઉમર ગભરાઈ ગયો હતો. પોતાની ધરપકડના ડરથી, ઉમરે ઉતાવળે પોતાની કારમાં વિસ્ફોટકો ગોઠવ્યા અને જમ્મુ અને કાશ્મીર પોલીસની ચેતવણી પોસ્ટના લગભગ 40 મિનિટ પછી, સાંજે 6:52 વાગ્યે બોમ્બ વિસ્ફોટ કર્યો. આ Panic Reaction (ગભરાહટભરી પ્રતિક્રિયા) ની થિયરી, તપાસ એજન્સીઓ માટે હુમલાનો સમય અને આતંકવાદીની માનસિકતા સમજવામાં મદદરૂપ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *