ઈરાન પર પ્રતિબંધ – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી કે કોઈ પણ દેશે ઈરાન પાસેથી તેલ કે પેટ્રોકેમિકલ (Sanctions on Iran) ઉત્પાદનો ન ખરીદવા જોઈએ. તેમણે જણાવ્યુ કે આવું કરનાર દેશોને તાત્કાલિક નવા પ્રતિબંધોનો સામનો કરવો પડશે (Donald Trump’s threat) અને તેમને અમેરિકાની સાથે વેપાર કરવાની મંજૂરી નહીં મળે.
વાટાઘાટો મુલતવી
ઈરાન પર પ્રતિબંધ- આ નિવેદન તે સમયે આવ્યું છે જયારે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પરમાણુ વાટાઘાટોનો ચોથો રાઉન્ડ મુલતવી રાખવામાં આવ્યો છે. ઓમાનના વિદેશ મંત્રી બદર અલ-બુસૈદીએ જણાવ્યું કે લોજિસ્ટિકલ કારણોસર 3 મેની મીટિંગ સ્થગિત કરવામાં આવી છે.
મધ્યસ્થી તરીકે ઓમાન
અલ-બુસૈદી અત્યાર સુધી થયેલા ત્રણ રાઉન્ડમાં મધ્યસ્થી રહ્યા છે. ઈરાનના પ્રવક્તાએ પણ વાતચીત મુલતવી રાખવાનું ઓમાનની વિનંતી પર હોવાનું જણાવ્યું છે. યુએસના એક વાટાઘાટકાર અનુસાર, ચોથા રાઉન્ડ માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે.