પરમાણુ કરાર મામલે ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને આપી ખુલ્લી ધમકી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર કોઈ સમજૂતી પર પહોંચવાનો ઈન્કાર કરશે તો તેઓ બોમ્બથી હુમલા કરવા પર વિચાર કરશે. NBC ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, ‘જો તેઓ સમાધાન નહીં કરે તો બોમ્બ ધડાકા થશે. આ એક બોમ્બમારો હશે જેવો તેઓએ પહેલાં ક્યારેય જોયો નથી.

તેણે ચેતવણી પણ આપી હતી કે તે ઈરાન પર ‘સેકન્ડરી ટેરિફ’ લાદશે. દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પત્ર મળ્યા બાદ ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે દેશ તેના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા સાથે સીધી વાટાઘાટ કરશે નહીં.

 

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતાને મોકલવામાં આવેલા પત્ર પર ઈરાનની આ પ્રથમ પ્રતિક્રિયા હતી. ઈરાને સીધી વાટાઘાટોનો અસ્વીકાર કર્યો છે, પરંતુ રાષ્ટ્રપતિએ યુએસ સાથે પરોક્ષ વાટાઘાટોની શક્યતાને નકારી નથી.આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમણે પરમાણુ કરાર પર વાટાઘાટો શરૂ કરવાના પ્રયાસરૂપે ઈરાનને એક પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે તેમને આશા છે કે ઈરાન વાટાઘાટો કરવા તૈયાર હશે.

ટ્રમ્પે ઈરાન પર ફરીથી કડક પ્રતિબંધો લગાવ્યા છે
તેમના પ્રથમ કાર્યકાળમાં, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને વિશ્વ શક્તિઓ વચ્ચે 2018 ના કરારમાંથી યુએસને પાછું ખેંચ્યું હતું. આ સમજૂતીમાં આર્થિક પ્રતિબંધો હળવા કરવાના બદલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. સમજૂતીમાંથી ખસી ગયા બાદ ટ્રમ્પે ઈરાન પર ફરીથી કડક પ્રતિબંધો લાદ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *