જીવનમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે મારૂં પણ એક ઘર હોય, આ સપનાને સાકાર કરવા ગરીબ અને મધ્યવર્ગ અનેક સંઘર્ષ અને પડકારોનો સામનો કરી મહા મહેનતે સપનું સાકાર કરે છે, પરતું આ સપના સાકાર કરવામાં તેઓ ક્યારેક છેતરપિંડીના શિકાર બની જતા હોય છે.હા આજે પણ વાત કરવી છે જુહાપુરાના માફિયા બિલ્ડરોની. આ માફિયા બિલ્ડરોએ જુહાપુરામાં અનેક ગરીબ અને મધ્યર્ગના લોકોના લાખો રૂપિયા ખાઇને હાથ અધ્ધર કરી દીધા છે. જુહાપુરા અંબર ટાવરની સામે ટીપી 85 રોડ ની આગળ કેનાલ રોડ પાસે ગુલુ મસ્તાન દરગાહની બાજુમાં હાદિનગર સોસાયટી આવેલી છે. અહીંયા ગરીબ અને મધ્યવર્ગના લોકોએ બિલ્ડરો પાસેથી અંદાજિત કિંમત 6 લાખ પંચાસ હજારમાં મકાન ખરીદ્યા હતા, અનેક લોકોએ માતાના -પત્નીના દાગીના અને જીવનભરની કમાણી બિલ્ડરોને આપીને મકાન ખરીદ્યા.હાલ આ મકાનને મામલતદાર તરફથી ગેકાયદેસર મકાન બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. સરકારની જમીન પર ગેરકાયદેસર બાંધકામ મામલે વેજલપુર મામલતદારે જમીન મહેસુલ કાયદા-61ની કલમ હેઠળ નોટિસ પાઠવી છે. આ નોટિસ આવતા હાલ હાદિયાનગરમાં રહેતા ગરીબ અને મધ્યવર્ગ પર ડિમોલેશનની તલવાર લટકી છે.
હાદિયાનગર
નોંધનીય છે કે જુહાપુરાના માફિયા બિલ્ડરો ગરીબ અને મધ્યવર્ગની સાથે ખુલ્લી લૂંટ કરી રહ્યા છે,તેમના મગજમાં રાઇ ભરાઇ ગઇ છે કે જુહાપુર અને સરખેજ વિસ્તારમાં મનફાવે તેમ કરી શકાય. અજિત જોગીનું નિવેદન અહીંયા બંધ બેસતું જોવા મળે છે. પૈસા ખુદા તો નહીં ખુદા કી કસમ ખુદાસે કમ ભી નહી, આ નીતિને આ માફિયા બિલ્ડરો અનુસરે છે. સરકારી જમીન, ખાલસા થઇ ગયેલી જમીન કે નદી કિનારાની પડતર જમીન પર વેચાણ કરાર કરીને ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. ઘર ખરીદનાર તો સપનું સાર્થક થાય છે અને આ પ્રોપર્ટી ખરીદનારાઓને લીગલ બાબતોની ખબર જ નથી હોતી,માત્ર તે કરાર કરી આપે છે એટલે તે ખરીદી લે છે. આ બિલ્ડરો સામે સરકારે કાયદેસરના પગલાં અનિવાર્ય પણે લેવા જોઇએ..?
નોટિસ
ઉલ્લેખનીય છે કે હાદિનગરમાં અનેક મકાનોને ખરીદ્યા છે, હાલની સ્થિતિ એવી છે કે અહીંયા વીજળી નથી, હાલમાં 20થી વધુ પરિવાર વીજળી વગર રહે છે.તેમની આ પરિવારોની છત પર ડિમોલેશનની લટકતી તલવાર છે. પરિવારોએ જીવનભરની મુડી લગાવી દીધી છે. આ માફિયા બિલ્ડરોની લાલચના લીધી તેમના મકાનો પર ગમે ત્યારે તવાઇ આવી શકે છે. આ રહીશો નોટિસનો જવાબ આપીને કાયદાકિય લડત આપવા તૈયાર છે.હવે તેમની પાસે કોઇ વિક્લપ નથી, લોકો ઘરબહાર વગરના થઇ જશે.
આ 20 પરિવારો અહીંયા વીજળી વગર રહેછે. ઘરમાં લાઇટ નથી કેટલી દયનીય હાલતમાં જીવી રહ્યા છે.આજે 21મી સદીમાં પણ મકાનમાં લાઇટ નથી, આ માફિયા બિલ્ડરોએ વીજળીનું બિલ્ડર ન ભરતા વીજકનેકશન પણ નથી, 20 પરિવારો કફોડી હાલતમાં જીવી રહ્યા છે,જીવન નિર્વાહ કરવા માટે સોલર અને જનરેટર પર જીવી રહ્યા છે. હાદિનગરમાં રહેતા પરિવારમાં વૃદ્વ,મહિલા અને બાળકોની સ્થિતિ સૌથી ખરાબ છે. આ માફિયા બિલ્ડરોએ મકાન વેચવાના હતા ત્યારે મીઠી મીઠી વાતો કરીને તેમને મકાનના પૈસા ઉઘરાવ્યા,હવે દાદાગીરીભર્યું વર્તન કરીને લોકોને ડરાવી રહ્યા છે. આ પરિવારો પાસેથી લાખો રૂપિયા લઇને મોજ કરી રહ્યા છે.
જુહાપુરા- સરખેજમાં લુખ્ખાઓ જમીન ખરીદી અને ગુનાહિત પ્રવૃતિવાળા માફિયા બિલ્ડરોને જમીન વેચે એ જમીન કોઇ બીજાને અને બીજો ત્રીજાને જમીન વેચે છે.ફરી તેના પર મકાનની સ્કીમ પાડે છે. આવા ગોરખધંધા કરીને ગરીબ અને મધ્યવર્ગના લોકોની જીવનભરની કમાણી લૂંટી લે છે. આ હાદિનગર સહિત જેવી અનેક ગેરકાયદેસરના બાંધકામની બિલ્ડીંગો અને મકાન આજે પણ મોજુદ છે. આ ગેરકાયદેસર મામલે સરકારી અધિકારી પણ બાંધકામ થઇ રહ્યો હોય છે ત્યારે અંગત સ્વાર્થ પુરો થઇ જતા આંખ આડા કાન કરે છે. જેના લીધે આ માફિયા બિલ્ડરો મોટા થયા છે.
હાદિયા પરિવારમાં મકાન લેનાર મોહંમદ અસ્લમ અન્સારી
હાદિયા સોસાયટીમાં રહેતા મજૂરી કરતા મોહંમદ અસલમ અન્સારીએ જીવનભરની કમાણી અને સગા સંબધી પાસેથી ઉછીના પૈસા લઇને મકાન મકાન લીધું હતું, જ્યારે માલતદારની નોટિસ આવી તો મારા પગને તળેથી જમીન સરકી ગઇ, મને સતત ચિંતા રહ્યા કરે છે. હવે શું થશે હું તો રોડ પર આવી જઇશ, બિલ્ડરો આવી છેતરપિંડી કરીને અમારા જેવા ગરીબ લોકોને છેતરે છે, જયારે મકાન લેવા જઇએ છીએ તો ભગવાનની વાતો કરીને અમારી જીવનભરની કમાણી લૂંટે લે છે. નોટિસ આવી તો હવે હાથ ધરતા નથી ,મારા જેવા મજૂરી અને સામાન્ય ધંધો કરતા 20 પરિવાર આજેપણ અહીંયા રહે છે. નોટિસનો જવાબ તો આપીશું . જો અમારા અમારા મકાનો તૂટી જશે તો પત્ની અને બાળકોને લઇને ક્યાં જઇશું..? સરકારને એક રજૂઆત છે કે આ ખેડૂતની જમીન છે અને ખરીદી છે તો આમાં સરકાર કોઇ રસ્તો નીકાળે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીતો ગરીબો માટે આવાસ આપી રહ્યા છે, તો રાજ્ય સરકાર અમારા આવાસની રક્ષા કરે.
આ પણ વાંચો – મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ શહીદ PSI જાવેદખાન પઠાણને આપી શ્રદ્વાજંલિ