બિહારના SIR પ્રક્રિયા હેઠળ રદ કરેલા 65 લાખ મતદારોની યાદી ચૂંટણી પંચે જાહેર કરી

ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી જેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે તેવા 65 લાખ મતદારોની યાદી જાહેર કરી છે. આ યાદી હવે જાહેર જનતા માટે કમિશનની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 14 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે આ યાદી પ્રકાશિત કરી છે. બિહારમાં SIR પછી પ્રકાશિત ડ્રાફ્ટ યાદીમાંથી જેમના નામ કાઢી નાખવામાં આવ્યા હતા તેવા મતદારોના નામ આ યાદીમાં શામેલ છે. મતદારોને તેમના નામ સરળતાથી તપાસવામાં મદદ કરવા માટે EC બિહાર વેબસાઇટ પર એક નવી લિંક પણ સક્રિય કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી પંચને બિહાર ની મતદાર યાદીના SIRમાં પારદર્શિતા વધારવાનો નિર્દેશ આપ્યો હતો. આ માટે, તેણે ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ મતદારોની વિગતો પ્રકાશિત કરવી જોઈએ. તેમને શામેલ ન કરવાના કારણો પણ જણાવવા જોઈએ. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે બિહારમાં મતદાર યાદીના SIR કરવાના કમિશનના 24 જૂનના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે 65 લાખ મતદારોના નામ મતદાર યાદીમાં હતા, પરંતુ તેમને ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ડ્રાફ્ટ યાદી 1 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:   FASTag annual pass એ પહેલા જ દિવસે ધૂમ મચાવી,1.4 લાખથી વધુ લોકો કરાવ્યા એક્ટિવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *