બજેટ સત્રમાં નાણામંત્રીની મોટી જાહેરાત, 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં

નાણા મંત્રી નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા  છે, જેમાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ જાહેરાત ઈન્કમ ટેક્સ પર કરવામાં આવી છે. 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગશે, અને સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે 12.80 લાખ રૂપિયા સુધીની આવક પર પણ કોઈ ટેક્સ નહીં લાગે.

ઉલ્લેખનીય છે કે નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતાં કહ્યું, આ પગલાંથી મધ્યમ વર્ગ દેશના અર્થતંત્રને મજબૂતી આપશે. અમે મધ્યમ વર્ગ પર ટેક્સ ઘટાડ્યો છે. ટીડીએસ મર્યાદામાં બદલાવ કરવામાં આવશે. સીનિયર સિટિઝનની ટીડીએસ છૂટ મર્યાદા 50 હજારથી વધારીને એક લાખ કરવામાં આવશે. ભાડાની આવક પર ટીડીએસ છૂટ મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવશે.આ ઉપરાંત નોન પેન મામલે હાઈ ટીડીએસ લાગુ રહેશે. અપડેટેડ રિટર્ન દાખલ કરવાની મર્યાદા બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *