First Hajj flight– આજે શુક્રવારે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા પવિત્ર મક્કા-મદીનાની હજ યાત્રા માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી હાજીઓની પ્રથમ ફ્લાઇટ રવાના થઈ.આ પ્રસંગે હાજીઓએ હાથમાં ત્રિરંગો લઈ “હિન્દુસ્તાન જિંદાબાદ” અને “લબૈક અલ્લાહુમ્મા લબૈક”ના નારા લગાવી રાષ્ટ્રવાદની ભાવના વ્યક્ત કરી.
First Hajj flight -ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાજીઓનું ફૂલોના ગુલદસ્તા સાથે સ્વાગત કર્યું અને દુઆની દરખાસ્ત સાથે તેમનું સન્માન કર્યું.આ પ્રસંગે હાજીઓને વિનંતી કરવામાં આવી કે તેઓ ભારતમાં સંવિધાન, ન્યાય, સદભાવના, અમન-ચેન અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે દુઆ કરે.આ ઉપરાંત, ગુજરાત દેશનું નંબર વન રાજ્ય બને અને ભારત વિશ્વની મહાસત્તા તરીકે સ્થાપિત થાય તેવી પ્રાર્થના કરવા પણ અપીલ કરાઈ.
આ કાર્યક્રમ દરમિયાન હાજીઓએ એકતા અને રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું, જે દેશના સાંસ્કૃતિક વૈવિધ્ય અને સમન્વયની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે જુનેદ શેખ, ડો. અસલમ, નૌમાન પઠાણ સહિત અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.