ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ઈટાલી તરફ ડાયવર્ટ!

ફ્લાઈટમાં બોમ્બની ધમકી – અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 292 ને રોમ તરફ વાળવામાં આવી છે. આ ફ્લાઈટ ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને ઇટલી તરફ વાળવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે ન્યૂયોર્કથી નવી દિલ્હી જઈ રહેલા અમેરિકન એરલાઈન્સ પ્લેન 292ને બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો, ત્યારબાદ ફ્લાઈટને રોમના ફિયુમિસિનો એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. ફ્લાઇટને ડાયવર્ટ કરીને રોમમાં લેન્ડ કરવામાં આવી રહી છે. આ પછી આખી ફ્લાઈટની તપાસ કરવામાં આવશે અને ક્લિયરન્સ બાદ ફ્લાઈટને દિલ્હી તરફ રવાના કરવામાં આવશે.

બોઇંગ 777-300ER વિમાને આજે જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી. નોન-સ્ટોપ ટ્રાન્સકોન્ટિનેન્ટલ ફ્લાઇટ હતી. જો કે, પ્લેનના મધ્યમાં પહોંચ્યા પછી, ક્રૂ મેમ્બર્સને પ્લેનમાં સંભવિત વિસ્ફોટક ઉપકરણ વિશે બાતમી મળી હતી. આ પછી ફ્લાઇટને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલ અનુસાર તરત જ ઇટાલી તરફ વાળવામાં આવી હતી.AirNav રડાર ટ્રેકિંગ સર્વિસ અનુસાર, વિમાને અચાનક ભૂમધ્ય સમુદ્ર પર પોતાનો માર્ગ બદલી નાખ્યો અને ઈમરજન્સી લેન્ડિંગ માટે રોમ તરફ વાળ્યું. પ્લેન હાલમાં એરનેવ રડાર પર દેખરેખ હેઠળ છે કારણ કે તે ઇટાલિયન એરસ્પેસમાંથી પસાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *