અમદાવાદ દરિયાપુરના માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ પોલીસ પર દિવાળી બોનસના નામ પર ઉઘરાણી કરવા પર અનેક સવાલ કર્યા છે. અમદાવાદ પોલીસ દિવાળીની બોનસના નામ પર પૈસા ઉઘરાવીને નાના વેપારીઓને હેરાન કરી રહી છે તેવી ફરિયાદ ઉઠતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે x પર લખ્યું કે સન્માનનીય અમદાવાદ પોલિસ કમિશનર સાહેબ આપ નિઃસંદેહ એક ખુબજ પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી છો આપ સાહેબ ની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચે તેવું કાર્ય અમદાવાદ સહિત શાહપુર પોલિસ સ્ટેશન ના કેટલાક અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પાવન દિવાળી તહેવાર પ્રસંગે સ્થાનિક વેપારીઓ પાસે થી ધાક ધમકી આપી બળજબરી પૂર્વક બોનસ ના નામે ખંડણી સ્વરૂપે મોટી રકમનું ઉઘરાણું કરી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો સ્થાનિક વેપારીઓ માં ઉઠવા પામી છે.આપ શ્રી યોગ્ય તપાસ કરી આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવા વિનંતી. વેપારી ભાઈઓને પણ વિનંતી જો કોઈ પોલીસ અધિકારી આવી ગેર-કાયદેસર રકમ ની માંગણી કરે તો ગુપ્તરીતે તરત લાંચ રિશ્વત વિભાગનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી.
સન્માનનીય અમદાવાદ પોલિસ કમિશનર સાહેબ આપ નિઃસંદેહ એક ખુબજ પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી છો આપ સાહેબ ની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચે તેવું કાર્ય અમદાવાદ સહિત શાહપુર પોલિસ સ્ટેશન ના કેટલાક અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પાવન દિવાળી તહેવાર પ્રસંગે સ્થાનિક વેપારીઓ પાસે થી ધાક ધમકી આપી…
— Gyasuddin Shaikh (@Gyasuddin_INC) October 28, 2024
નોંધનીય છે કે માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની પોસ્ટને લઇને પોલીસ કમિશનર અસરકારક પગલાં લઇને દિવાળીની બોનસના નામે બળજબરીથી ઉઘરાણી કરતા પોલીસ સામે કડક કાર્યવાહી કરશે કે કેમ, એ જોવાનું રહ્યું.
આ પણ વાંચો- રાજકોટની 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એકશનમાં
આ પણ વાંચો- ખરેખર આતો હદ થઇ ગઇ…! અમદાવાદમાંથી પકડાઇ નકલી કોર્ટ