આજ તારીખ 27-4-2025 રવિવારના રોજ અમવા વેલનેસ સેન્ટર, જુહાપુરા ખાતે AIMS હોસ્પિટલ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં નિ:શુલ્ક ડાયાબિટીસ ની તપાસ, બી.પી ની તપાસ ની સાથે ECG પણ મફત કરવામાં આવ્યા હતા. અમવા વેલનેસ સેન્ટર નાં તમામ મશીનો, કાંસા મસાન્જર, કોમ્પોનિયો થેરાપી વગેરેનો પણ નિઃશુલ્ક લાભાર્થીઓએ લાભ લીધો.
અમવા સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા દેસાઈ અને ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ નાં પ્રમુખ મોહમ્મદ શરીફ દેસાઈ, ડોક્ટર નાઝનીન રાણા અને એઈમ્સ હોસ્પિટલ પાલડી ખાતેથી આવેલ ડોક્ટર તવકીર , આશિષ ઠક્કર, આસિસ્ટન્ટ માર્કેટિંગ મેનેજર હેમિતભાઈ રાઠોડ, માર્કેટિંગ મેનેજર સુબોધભાઈ,સુ. ભગવતીબેન દિશાંતભાઈ, અમવા સંસ્થાનાં કાર્યકરો બુશરા શેખ, સલમાબેન મન્સૂરી, ઝુબેદાબેન ચોપડા અને સુહાના દેસાઈ વગેરેએ કાર્યક્રમ ને જ્વલંત સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કેમ્પમાં કોર્પોરેટર હાજી અસરાર બેગ મિર્ઝા , રજા એકેડેમીના સ્થાપક રિયાઝ અહેમદ ,જાણીતા સમાજસેવક અને હાઈકોર્ટે નાં એડવોકેટ ગુલમોઈન ખોખર, સમાજસેવિકા નૂરજહાંબેન દિવાન, સમાજસેવિકા સમીમખાન પઠાણ ,ઈકબાલ દેસાઈ,સુમીન ભિસ્તિ(જાણીતા કોન્ટ્રાક્ટર) વગેરે મહાનુભાવોએ કેમ્પમાં હાજર રહી સામાજિક અને આરોગ્યની સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ લાભ લીધો હતો. AMS તરફથી દરેક લાભાર્થીઓ ને કુપન આપવામાં આવી હતી જેનાં આધારે આગળની સારવાર હોસ્પિટલ માં નિશુલ્ક કરવામાં આવશે. અમવા વેલનેસ સેન્ટર તરફ થી ડો.નાઝનીન રાણાએ AIMS હોસ્પિટલ નાં સંચાલકોનો,ડોક્ટરોનો અને સમગ્ર ટીમ નો આભાર માન્યો હતો.
આ પણ વાંચો- ઓટો ડ્રાઈવરની દીકરી અદિબાએ રચ્યો ઇતિહાસ,મહારાષ્ટ્રની પ્રથમ મુસ્લિમ મહિલા ઓફિસર બની