મહેમદાવાદમાં નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન મોહમ્મદી મદ્રસામાં કરવામાં આવ્યું હતું , આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ મહેમદાવાદના સોકત મોહલ્લા યંગ કમિટી તથા મોહમ્મદી મદ્રસાના સંયુકત ઉપક્રમે યુનિટી હોસ્પિટલ ખેડાના સહયોગથી કરવામાં આવ્યું હતું . આ મેડિકલ કેમ્પમાં ભારે સંખ્યામાં લોકોએ નિ:શુલ્ક સેવાનો લાભ લીધો હતો.
નોંધનીય છે કે યંગ કમિટી તથા મોહમ્મદી મદ્રસા દ્વારા સ્વાસ્થ માટે અવાર નવાર ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરતા હોય છે, નિસ્વાર્થ ભાવે ટ્રસ્ટ અને મદ્રસાના સભ્યો કામ કરી રહ્યા છે. આજે રવિવારના રોજ તારીખ 2-1-2025માં મેગા ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60થી વધુ લોકોએ આ મેડિકલ કેમ્પની સેવાનો લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ખેડા મુકામે આવેલ યુનિટી હોસ્પિટલના ફિઝિશિયન ડોકટર અંકિત કાનાણી ની ટીમ દ્વારા નગરજનો ની બી.પી., ડાયાબિટીસ, કાર્ડિયોગ્રામ જેવા વિવિધ રોગ જેવા કે બી.પી., ડાયાબિટીસ, કાર્ડિયોગ્રામ સહિત સર્વ રોગનું ફ્રી ચેકઅપ કરી આપ્યું હતું. આ કાર્યક્રમમાં સોકત મોહલ્લાની યંગ કમિટી અને મોહમ્મદી મદ્રસાના સભ્યોએ ડૉકટર અંકિત કાનાણી તથા ટીમનો આભાર વ્યકત કર્યો હતો.
આ નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં પઠાણ સાહિદ ખાન, પઠાણ સઇમખાન, ઇલ્યાસ ખાન પઠાણ, મલેક સમીરમીંયા અને ઇર્શાદમીંયાએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો – અમવા સંસ્થા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું કરાયું સફળ આયોજન!