અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ભાજપ દ્વારા સફાઈકર્મીઓનું સન્માન, હર્ષ સંઘવીના હસ્તે સ્વેટર વિતરણ

વિક્રમ સંવત ૨૦૮૨ના મંગલમય પ્રારંભ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસના શુભ સંયોગ નિમિત્તે ગાંધીનગર શહેર ભાજપ દ્વારા દિવસભર વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં વિશેષરૂપે સફાઈ કર્મચારીઓનું સન્માન અને ભોજન સમારંભ યોજાયો હતો.

ગાંધીનગરના ટાગોર હોલ ખાતે આયોજિત આ વિશેષ ‘સેવા પર્વ’માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગાંધીનગર મહાનગરની સ્વચ્છતા જાળવતા આ કર્મયોગીઓને સન્માનિત કર્યા હતા અને ઠંડીની શરૂઆતને ધ્યાનમાં રાખીને તેમના હસ્તે સ્વેટર વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સેવાકીય કાર્યોના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “નવા વર્ષના પ્રથમ દિવસે, જેમના કામો સેવા કરવાના હોય, તેમની સાથે ઉજવણી કરવી એ ખરા અર્થમાં આનંદની વાત છે.” તેમણે ગાંધીનગર ભાજપ દ્વારા આયોજિત સરાહનીય કાર્યોની પ્રશંસા કરી હતી.

સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે ગાંધીનગર ભાજપ દ્વારા માત્ર સફાઈકર્મીઓનું સન્માન જ નહીં, પરંતુ ગૌશાળામાં ગાયોની સેવા અને વૃદ્ધાશ્રમ જઈને પણ સેવાના કાર્યો કરવામાં આવ્યા છે. તેમણે સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કરવાનો મોકો મળવા બદલ આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “ગાંધીનગર મહાનગરને સ્વચ્છ અને ચોખ્ખું બનાવનાર આ કર્મયોગીઓ સાથે ભોજન કરવાનો મોકો મળ્યો, જે અમારા માટે ગૌરવની વાત છે.”આ સમગ્ર આયોજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસને સેવા અને સમર્પણના ભાવ સાથે ઉજવવાની પાર્ટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પણ વાંચો:  અયોધ્યામાં દિપોત્સવનો ભવ્ય આયોજન, એકસાથે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *