ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી – ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને સુરત શહેરોમાં વિવિધ મેનેજર પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સારી પગાર અને સ્થિર નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારો અવસર છે. GMRC દ્વારા ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે અને લાયક ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ભરતીની મુખ્ય વિગતો:
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી – ગુજરાત મેટ્રો દ્વારા કુલ 10 જગ્યાઓ પર ભરતી કરવાની છે. નોકરીનું સ્થાન મુખ્યત્વે અમદાવાદ અને સુરત છે. અરજી કરવાનું મોડ ઓનલાઈન રાખવામાં આવ્યું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 17 જૂન 2025 છે. ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ (અહી ક્લિકકરો) પર જઈને અરજી કરવાની રહેશે.
પોસ્ટોના વિગતો અને સ્થાન:
-
ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સેફ્ટી) – સુરત
-
ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ QA/QC) – અમદાવાદ/સુરત
-
આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ-સેફ્ટી) – સુરત
-
આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ QA/QC) – સુરત
-
સેક્શન એન્જીનિયર (સિવિલ-સેફ્ટી) – સુરત
શૈક્ષણિક લાયકાત:
તમામ પદ માટે જરૂરી લાયકાત B.E./B.Tech (સિવિલ એન્જિનિયરિંગ) રાખવામાં આવી છે. સુરક્ષા સંબંધિત પદ માટે સલામતીમાં ઓછામાં ઓછો એક વર્ષનો ફુલટાઈમ ડિપ્લોમા હોવો જરૂરી છે. QA/QC પદ માટે ગુણવત્તા સંદર્ભે વધારાના પ્રમાણપત્ર કે ડિપ્લોમા ધરાવનારા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
પગાર ધોરણ:
-
ડેપ્યુટી જનરલ મેનેજર: ₹70,000 થી ₹2,00,000
-
આસિસ્ટન્ટ મેનેજર: ₹50,000 થી ₹1,60,000
-
સેક્શન એન્જીનિયર: ₹40,000 થી ₹1,40,000
વય મર્યાદા:
ઉમેદવારોની વય મર્યાદા પદ પ્રમાણે અલગ અલગ છે અને 32 વર્ષથી લઈને 58 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સ્પષ્ટ વિગતો માટે ઉમેદવારોને નોટિફિકેશન જોવા સલાહ આપવામાં આવે છે.
અરજી કેવી રીતે કરવી:
સર્વપ્રથમ ગુજરાત મેટ્રો રેલની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને કરિયર્સ વિભાગમાં લિંક પર ક્લિક કરી ઓનલાઇન અરજી ફોર્મ ભરવું રહેશે. છેલ્લી તારીખ પહેલાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે જેથી તેઓ સરકારી ક્ષેત્રમાં સારા પગાર સાથે પોતાની કારકિર્દી ઊભી કરી શકે.