રેલવે માં સરકારી નોકરી માટેની તક શોધી રહ્યા છો? RRC પ્રયાગરાજે સ્કાઉટ્સ અને ગાઈડ ક્વોટા હેઠળ ગ્રુપ ડીની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. અરજી પ્રક્રિયા 1લી નવેમ્બરે શરૂ થઈ છે અને 30મી નવેમ્બર 2024 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો રેલવે સત્તાવાર વેબસાઇટ www.rrcpryj.org પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
ભરતીની વિગતો
- સંસ્થા: ઈન્ડિયન રેલવે
- પોસ્ટ: ગ્રૂપ સી-ડી
- જગ્યા: 8
- એપ્લિકેશન મોડ: ઓનલાઈન
- વય મર્યાદા: 18થી 33 વર્ષ
- અરજી કરવાની છેલ્લી તારીખ: 30-11-2024
- વેબસાઈટ: www.rrcpryj.org
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં ભાગ લેવા માટે, ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 50% માર્ક્સ સાથે ઇન્ટરમીડિયેટ અથવા સમકક્ષ પાસ કરવું જરૂરી છે. સ્નાતક અથવા માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે 50% ગુણની આવશ્યકતા નથી. ટેકનિકલ પોસ્ટ્સ માટે, હાઈસ્કૂલ/SSLC અને ITI પાસ કરવું અથવા એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરવી જરૂરી છે.
વય મર્યાદા
- લઘુત્તમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 30/33 વર્ષ (પોસ્ટ મુજબ)
- અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે. ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2025ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
અરજી ફી
- સામાન્ય ઉમેદવારો: ₹500
- SC/ST/ભૂતપૂર્વ સૈનિક/વિકલાંગ/લઘુમતી/આર્થિક રીતે પછાત વર્ગ: ₹250
આ પણ વાંચો- ઉત્તરાખંડના કુપીમાં મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડતા 23 લોકોના મોત, મૃતદેહની સંખ્યા વધશે