ભારતીય રેલવેમાં નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 9970 જગ્યા માટે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અરજીઓ ભરવાની પ્રક્રિયા 10 એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 9 મે 2025 સુધી ઑનલાઇન અરજી કરી શકશે.
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરમાં અનામત વર્ગ માટે નક્કી કરવામાં આવેલી છૂટછાટ રજીસ્ટર્ડ છે. અરજીઓ ઑનલાઇન મોડ દ્વારા સત્તાવાર વેબસાઇટ https://www.rrbapply.gov.in/#/auth/landing પર ભરવી રહેશે.
આસિસ્ટન્ટ લોકો પાયલોટ પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્ય બોર્ડમાંથી 10 પાસ હોવું જોઈએ અને તે સાથે સંબંધિત ટ્રેડમાં ITIનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. પસંદગી પ્રક્રિયામાં પ્રથમ CBT-1 (કમ્પ્યુટર આધારિત પરીક્ષા), પછી CBT-2, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ પરીક્ષા સામેલ છે.
અરજી ફી સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ₹500 છે, જ્યારે SC, ST, પીસી કેટેગરી અને મહિલાઓ માટે ₹250 રાખવામાં આવી છેઆ ભરતી ભારતભરના યુવાનો માટે સારા અવસરો ઉભા કરી શકે છે. તેથી, લાયકાત ધરાવતા તમામ રસ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં અરજી પ્રક્રિયા પુરી કરી લેવી જોઈએ. વધુ માહિતી માટે અને નોટિફિકેશન વાંચવા માટે ઉપર આપેલી વેબસાઈટ પર જાઓ.
જગ્યાઓની વિગત
આ ભરતીમાં વિવિધ રેલવે ઝોન માટે જગ્યાઓ ફાળવવામાં આવી છે. મધ્ય રેલવેમાં 376, પૂર્વ મધ્ય રેલવેમાં 700, ઇસ્ટ કોસ્ટ રેલવેમાં 1461, ઈસ્ટર્ન રેલવેમાં 768, ઉત્તર મધ્ય રેલવેમાં 508, નોર્થ ઈસ્ટર્ન રેલવેમાં 100, ઉત્તરપૂર્વ સરહદ રેલવેમાં 125, ઉત્તર રેલવેમાં 521, ઉત્તર પશ્ચિમ રેલવેમાં 679, દક્ષિણ મધ્ય રેલવેમાં 989, દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં 568, દક્ષિણ પૂર્વ રેલવેમાં 796, દક્ષિણ રેલવેમાં 510, પશ્ચિમ મધ્ય રેલવેમાં 759, પશ્ચિમ રેલવેમાં 885 અને મેટ્રો રેલવે કોલકાતા માટે 225 જગ્યાઓ છે.
શૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટે ઉમેદવાર ઓછામાં ઓછો 10મો ધોરણ પાસ હોવો જોઈએ અને સંબંધિત ટ્રેડમાં ITIનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. અન્ય કેટલીક પોસ્ટ્સ માટે ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગની ડિગ્રી પણ માન્ય રાખવામાં આવી છે.
ઉંમર મર્યાદા
ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે. ઉંમરની ગણતરી 1 જુલાઈ 2025ના આધારે કરવામાં આવશે.
અરજી ફી
સામાન્ય વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹500 રાખવામાં આવી છે. જો ઉમેદવાર CBT 1 પરીક્ષા આપે છે તો ₹400 પરત મળશે. SC, ST, વિકલાંગ, EBC અને મહિલાઓ માટે ફી ₹250 છે અને તેઓએ CBT 1માં હાજર થ્યા બાદ સંપૂર્ણ રકમ પરત મળશે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી માટે ઉમેદવારોએ ત્રણ તબક્કામાં પાસ થવું પડશે. પ્રથમ તબક્કો CBT 1 હશે, ત્યારબાદ CBT 2 અને પછી CBAT (Computer Based Aptitude Test) તથા દસ્તાવેજ ચકાસણી. દરેક તબક્કાના પરિણામના આધારે અંતિમ મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે અને જગ્યા મુજબ ઉમેદવારોને નિયુક્તિ આપવામાં આવશે.
CBT 1 પરીક્ષા વિશે
CBT 1 એ કમ્પ્યુટર આધારિત પરીક્ષા છે, જે 1 કલાકની હશે અને તેમાં કુલ 75 પ્રશ્નો પૂછાશે. આ પ્રશ્નો ગણિત, તર્કશક્તિ, સામાન્ય વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન અથવા હાલની ઘટનાઓ પર આધારિત હશે. આ તબક્કામાં લાયકાત મેળવવા માટે સામાન્ય વર્ગના ઉમેદવારોએ 40%, OBCના ઉમેદવારોએ 30%, SC/ST માટે 25% ગુણ જરૂરી છે.
CBT 2 પરીક્ષા વિશે
CBT 1માં લાયક ઉમેદવારો CBT 2 માટે પાત્ર ગણાશે. CBT 2ની સમય મર્યાદા 2 કલાક 30 મિનિટની હશે અને પેપર બે ભાગમાં વહેંચાયેલો રહેશે – ભાગ A અને ભાગ B.
ભાગ A માટે 90 મિનિટનો સમય આપવામાં આવશે અને તેમાં 100 પ્રશ્નો હશે. વિષયોમાં ગણિત, તર્કશક્તિ, સામાન્ય વિજ્ઞાન અને વર્તમાન ઘટનાઓનો સમાવેશ થશે. લાયકાત માટે સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 40%, OBC માટે 30% અને SC/ST માટે 25% ગુણ ફરજિયાત છે.