ભાવનગરમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સબ ફાયર ઓફિસર માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ માટે અરજી કરવાના પ્રક્રિયા ઓનલાઈન છે, અને વધુ વિગતો માટે ઉમેદવારોને આ સમાચાર પુર્ણપણે વાંચવા અનુરોધ છે.
ભરતીની મહત્વપૂર્ણ માહિતી (ભાવનગર મહાનગરપાલિકા)
- સંસ્થા: ભાવનગર મહાનગરપાલિકા (BMC)
- પોસ્ટ: સબ ફાયર ઓફિસર
- વિભાગ: ફાયર વિભાગ
- કુલ જગ્યાઓ: 5
- એપ્લિકેશન મોડ: ઓનલાઈન
- વય મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
- અરજી કરવાની છેલ્લી તારીખ: 30-11-2024
- અરજી માટે વેબસાઈટ: ojas.gujarat.gov.in
પોસ્ટની વિગતો
ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં સબ ફાયર ઓફિસર માટે 5 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીના સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર)નો સબ ફાયર ઓફિસર કોર્ષ અથવા ફાયર પ્રિવેન્શનનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ
- બી.ઈ.-બી.ટેક (ફાયર)
- બી.ઈ.-બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)
- બી.એસસી (ફાયર એન્ડ સેફ્ટી)
- મોટર વ્હીકલ ચલાવવાનું લાઈસન્સ હોવું જોઈએ.
- કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ.
- ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
પગાર ધોરણ
- પહેલી 5 વર્ષ માટે: ₹40,800 (ફિક્સ પગાર)
- પાંચ વર્ષ પછી, સાતમા પગાર પંચ પ્રમાણે પે મેટ્રીક્સ લેવલ-5 ₹29,200 – ₹92,300.
વય મર્યાદા
- 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- વધુમાં વધુ 45 વર્ષની ઉંમર લાગુ પડશે, પરંતુ આ નિયમ ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે લાગુ નહીં પડે.
કેવી રીતે અરજી કરવી
ઓનલાઈન અરજી માટે
-
- https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જાઓ.
- “સબ ફાયર ઓફિસર” માટેની ભરતી લિંક પર ક્લિક કરો.
- એપ્લાય નાઉ બટન પર ક્લિક કરીને ફોર્મ ભરો.
- ફી ચૂકવો અને ફોર્મ સબમીટ કરો.
- ફોર્મનો પ્રીંટ આઉટ લો.
અરજી કરવાની છેલ્લી તારીખ: 30 નવેમ્બર 2024
વધુ માહિતી માટે: ojas.gujarat.gov.in
આ પણ વાંચો- નવોદય વિદ્યાલય લેટરલ એન્ટ્રી ધોરણ 9 અને 11 માટે અરજી કરવાની આ છે છેલ્લી તારીખ,જાણો