ઉત્તર પ્રદેશના બરેલીમાં રવિવારે એક કાર અધૂરા પુલ પરથી પડી ગઈ હતી. ગૂગલ મેપ પર ખોટો રસ્તો જોઈને જ ડ્રાઈવરે કાર બ્રિજ ઉપરથી હંકારી હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ગૂગલ મેપ્સના રિજનલ મેનેજરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ મામલે સાર્વજનિક બાંધકામ વિભાગના 4 અધિકારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. હવે ગૂગલે આ મામલે પોતાનો ખુલાસો કર્યો છે. ચાલો આ બાબત વિશે વિગતવાર જાણીએ.
આ અકસ્માત રવિવારે સવારે થયો હતો. કારમાં 3 યુવકો સવાર હતા. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પુલ સંપૂર્ણ રીતે બન્યો ન હતો, જેના કારણે કાર સીધી નીચે પડી ગઈ હતી. અકસ્માત બાદ ગૂગલ મેપ ના મેનેજર સામે કેસ નોંધવાની માંગ ઉઠી હતી. જે બાદ હવે ગૂગલના પ્રવક્તાએ પોતાની સ્પષ્ટતા આપી છે. તેઓ કહે છે કે તેઓ કેસની તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.
ત્રણેય લગ્નમાં જઈ રહ્યા હતા
બીબીસી હિન્દીના અહેવાલ મુજબ, ગૂગલે કહ્યું છે કે તે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. ફર્રુખાબાદ જિલ્લાના રહેવાસી 30 વર્ષીય નીતિન કુમાર અને અમિત કુમારે આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. મૈનપુરીના રહેવાસી તેમના સંબંધી અજીત કુમારે પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે નીતિન અને અજીત ગુરુગ્રામમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. ત્રણેય સવારે ગુરુગ્રામથી બરેલીના ફરીદપુર ગામ જવા નીકળ્યા હતા.
એ લોકોને લગ્ન સમારોહમાં આવવાનું હતું. કાર બદાઉનના દાતાગંજ બાજુથી રામગંગા પુલ પર ચઢી કે તરત જ તે આગળ વધીને નીચે પડી ગઈ. જેના કારણે ત્રણેયના મોત થયા હતા. અકસ્માત બાદ લોકોએ યુપી પોલીસને જાણ કરી હતી. જે બાદ ત્રણેયના મૃતદેહને કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – મહારાષ્ટ્રના CM પદની રેસમાંથી એકનાથ શિંદે બહાર, દેવેન્દ્ર ફડણવીસની દાવેદારી મજબૂત