અમદાવાદમાં પ્રભુ જગન્નાથની જળયાત્રનું ભવ્ય આયોજન

પ્રભુ જગન્નાથની જળયાત્રા- અમદાવાદમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાનું ભવ્ય આયોજન થયું. આ ધાર્મિક ઉત્સવમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો. આ જળયાત્રા નિજ મંદિરથી વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે શરૂ થઈ, જેમાં 14 ગજરાજ, 108 પરંપરાગત કળશ, 1008 મહિલાઓ, 600 ધ્વજ-પતાકા અને 10થી વધુ ભજન મંડળીઓએ ભાગ લીધો.

સાબરમતી નદીમાં ગંગાપૂજન અને મહાજળાભિષેક
પ્રભુ જગન્નાથની જળયાત્રા- જળયાત્રા દરમિયાન સાબરમતી નદીના કિનારે ગંગાપૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો. 108 કળશમાં નદીનું પવિત્ર જળ ભરીને નિજ મંદિરમાં લઈ જવાયું, જ્યાં ભગવાન જગન્નાથજીનો મહાજળાભિષેક કરવામાં આવ્યો. આ પ્રસંગે સંતો, મહંતો અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. શોભાયાત્રામાં 501 શ્રદ્ધાળુઓએ રંગબેરંગી ધ્વજ અને ઝંડીઓ સાથે ભાગ લીધો, જ્યારે 51 લોકોએ ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે ભગવાન માટે પ્રસાદ લઈને 10 કાવડ શોભાયાત્રામાં સામેલ થયા.

ભગવાનના ગજવેશ દર્શન
જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીએ ગજવેશના રૂપમાં શ્રદ્ધાળુઓને દર્શન આપ્યા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ દર્શનથી શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો સંચાર થયો.

ભગવાન જગન્નાથ મામાને ઘરે પધાર્યા
પરંપરા મુજબ, જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાને ઘરે જશે. આ દરમિયાન નિજ મંદિરમાં નિગ્રહના દર્શન થશે. સરસપુર મંદિર ખાતે ભગવાનના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જે રથયાત્રાની ભવ્યતાને વધુ નિખારશે.

જળયાત્રાનું મહત્ત્વ
જળયાત્રા ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ ઉત્સવ શ્રદ્ધાળુઓમાં ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું કરે છે. અમદાવાદની આ જળયાત્રા દેશભરમાં પ્રસિદ્ધ છે, જેમાં દર વર્ષે હજારો લોકો જોડાય છે.

આ પણ વાંચો-  Gujarat Monsoon update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત: 12 જૂનથી વરસાદી માહોલની અપેક્ષા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *