ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગ્રંથાલય નિયામક હસ્તકના ગ્રંથપાલ વર્ગ-3 સંવર્ગની કુલ 12 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ 2025 છે. ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગ્રંથપાલ વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પગાર ધોરણની સંપૂર્ણ માહિતી અહીં જાણો.
ઓજસ નવી ભરતી 2025ની મહત્વની વિગતો: સંસ્થા – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), વિભાગ – રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, પોસ્ટ – ગ્રંથપાલ વર્ગ-3, જગ્યાઓ – 12, વય મર્યાદા – 18થી 35 વર્ષ, અરજી મોડ – ઓનલાઈન, અરજીની છેલ્લી તારીખ – 4 ઓગસ્ટ 2025, અરજી કરવાનું પોર્ટલ – https://ojas.gujarat.gov.in/.
GSSSB ગ્રંથપાલ ભરતી 2025 અંતર્ગત જગ્યાઓનું વર્ગીકરણ: બિનઅનામત – 7, આર્થિક રીતે નબળા (EWS) – 1, અનુસૂચિત જાતિ (SC) – 0, અનુસૂચિત જનજાતિ (ST) – 1, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) – 3, કુલ – 12 જગ્યાઓ.
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન અથવા પુસ્તકાલય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આ ઉપરાંત, કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન અને હિન્દી તથા ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન જરૂરી છે.
પગાર ધોરણ: પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને ₹40,800 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક હશે તો, સાતમા પગાર પંચના લેવલ-5 અનુસાર ₹29,200થી ₹92,300ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક આપવામાં આવશે.
વય મર્યાદા: અરજીની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ (મહત્તમ 45 વર્ષ સુધી) મળશે.
અરજી પ્રક્રિયા:અરજીઓ ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ પર જઈને 4 ઓગસ્ટ 2025 પહેલાં અરજી કરવાની રહેશે.
વધુ માહિતી માટે GSSSBની સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/ ની મુલાકાત લો.આ ભરતી ગુજરાતમાં સરકારી નોકરીની ઈચ્છા રાખનારા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. તો આજે જ અરજી કરો અને તમારી કારકિર્દીને નવી દિશા આપો!
આ પણ વાંચો- AdFalciVax: ભારતે મેલેરિયા સામે લડવા માટે પ્રથમ સ્વદેશી રસી બનાવી