ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામઃ કયા ગામમાં કોણ બન્યું સરપંચ! જાણો

ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામઃ ગુજરાતમાં 22 જૂન 2025ના રોજ યોજાયેલી ગ્રામપંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં રાજ્યભરમાં 78.20 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની કુલ 8,326 ગ્રામપંચાયતોમાંથી 4,564માં સામાન્ય ચૂંટણી અને 3,524માં પેટા ચૂંટણી યોજાઈ. આમાંથી 751 ગ્રામપંચાયતો સમરસ થઈ, જ્યારે 3,541માંથી 272 ગ્રામપંચાયતોમાં બેઠકો બિનહરીફ થવા કે ઉમેદવારી ન નોંધાવવાના કારણે ચૂંટણી યોજાઈ ન હતી. 25 જૂન 2025ના રોજ મતગણતરી બાદ મોટાભાગની પંચાયતોને તેમના નવા સરપંચ મળી ગયા છે, જોકે સત્તાવાર યાદી હજુ જાહેર થવાની બાકી છે.

જીતેલા સરપંચની યાદી

ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામઃ અહેવાલો અનુસાર, નીચેના ગામોમાં નવા સરપંચ ચૂંટાયા છે:
અમીરગઢ, ટાઢોળી: નવલીબેન ભાગોરા
મોડાસા, કઉ: હુસેનભાઈ વણઝારા
માળિયા હાટીના, વડિયા: સોનીંગભાઈ સિંઘવ
જૂનાગઢ, માંગરોળ, ચોટલી વીળી: ગોવિંદ ચાવડા
જૂનાગઢ, માંગરોળ, ચિંગરિયા: શાંતાબેન સાગરકા
સાબરકાંઠા, બામણા: રીટાબેન પરમાર
સિદ્ધપુર, ચંદ્રેશ્વર: મિત્તલબેન ઠાકોર
જેતપુર, સેલુકા: મનીષભાઈ ભેડા
સમી, ખચરિયા: હેતલબેન ઠાકોર
ગઢડા, હોળાયા: ઉમેદભાઈ ખાચર
ગઢડા, ગાઢાળી: પરાક્રમસિંહ ગોહિલ
ગઢડા, ઈગોરાળા: મહેશ ખાચર
ગઢડા, પીપલ તતાણા: બચુભાઈ ચોહલા
ડભોઈ, પનસોલી: હર્ષિલભાઈ પટેલ
ડભોઈ, મેનપુરા: વિશાલ પટેલ
વાઘોડિયા, મઢેલી: ઘનશ્યામભાઈ વસાવા
શિનોર, છાણભોંઈ: કિંજલબેન પટેલ
જેતપુર, નવી સાંકળી: શિલુબેન વાલાણી
ઉમરેઠ, ઝાલા બોરડી: દિનેશભાઈ પરમાર
મહેમદાવાદ, અમરાપુરા: ગણપતભાઈ ડાભી

સમાચાર અપડેટ થઇ રહ્યા છે.

ચૂંટણીની વિગતો
ચૂંટણીમાં 3,656 સરપંચ અને 16,224 સભ્યોની બેઠકો માટે 81 લાખ મતદારોએ મતદાન કર્યું. કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓની ગ્રામપંચાયતોની ચૂંટણીઓ રદ કરવામાં આવી. મતગણતરી 239 સ્થળોએ 1,080 હોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ, જેમાં 13,444 કર્મચારીઓ અને 14,231 પોલીસ કર્મચારીઓ તૈનાત હતા. ચૂંટણી 27% OBC, 14% ST અને 7% SC અનામત બેઠકો સાથે યોજાઈ, જે ગુજરાત સરકારના ઓગસ્ટ 2023ના નિર્ણય અને જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણોને અનુરૂપ હતી.

 

 

આ  પણ વાંચો-  વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ,વાપીમાં જળબંબાકારની સ્થિતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *