જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશ ભયભીત છે અને આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરવામાં આવી રહી છે.
ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ પણ આ હુમલાની કડક શબ્દોમાં નિંંદા કરી હતી, અને તેમણે જણાવ્યું હતું કે જેહાદના નામ પર આતંકવાદીઓ ઇસ્લામને બદનામ કરી રહ્યા છે. આ આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરૂં છું.ઇસ્લામના નામ પર અને જેહાદના નામ જે આતંકવાદી હુમલો કર્યો છે, તે ધિક્કારના પાત્ર છે, ઇસ્લામ ધર્મને તો શાંતિનો સંદેશ કહેવામાં આવે છે, આવા આતંકવાદીઓ સામે સરકારે ખુલ્લેઆમ કાર્યવાહી કરવી જોઇએ, દેશના મુસ્લિમો આતંકવાદી સામેની લડાઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે.
મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ પહેલગામમાં આતંકવાદી હુમલામાં શહીદોને મારી શ્રદ્વાંજલિ અને તેમના પરિવારજનો માટે મારી સંવેદના. જે લોકો ઘાયલ થયા છે તેઓ જલદી સાજા થાય તેવી અલ્લાહથી દુઆ છે. ગુજરાતના એક વ્યક્તિ શહીદ થયા છે તેમને મારી શ્રદ્વાંજલિ અને ઘાયલ 3 લોકો વહેલી તકે સાજા થઇ જાય તેવી પ્રાર્થના.