Gujarat Monsoon update: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં રાજ્યમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં પવન ચાલી રહી છે. આવતી કાલથી આગલા એક સપ્તાહ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ હજુ સુધી કોઈ પણ મોન્સૂન સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય નથી. હાલ ભેજની ઉપસ્થિતિને કારણે વરસાદ વરસતો રહ્યો છે.
Gujarat Monsoon update: અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. 9થી 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે. સાથે જ, હવામાન વિભાગે આગાહી કરી છે કે 12થી 18 જૂન વચ્ચે રાજ્યમાં મોન્સૂન પ્રવેશ શરૂ થઈ શકે છે.
વિગતવાર, 10 થી 12 જૂન વચ્ચે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વિજળી સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.
આગામી 13 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, દમણ સહિતના વિસ્તારોમાં ધીમો કે મધ્યમ વરસાદ થશે.
14 જૂનના દિવસે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, દાહોદ, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.
15 જૂન માટે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ રીતે આગામી દિવસોમાં ગુજરાતમાં મોસમી વરસાદની તીવ્રતા વધતી રહેશે અને ખેડૂતો તેમજ સામાન્ય જનતાને આ વરસાદથી રાહત મળશે.