ગુજરાતના સાંસદોના MPLAD ફંડનો માત્ર 4.2 ટકાનો જ ઉપયોગ

 MPLAD:  ગુજરાતમાં ભાજપનું દાયકાઓથી શાસન છે, અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. રાજ્યના લોકોએ 26માંથી 25 સાંસદોને ભારે બહુમતીથી દિલ્હી મોકલ્યા, પરંતુ આ સાંસદોના MPLAD(મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) ફંડના ઉપયોગનું વિશ્લેષણ ચોંકાવનારું છે. 26 સાંસદોને મળેલા 254 કરોડ રૂપિયામાંથી માત્ર 10 કરોડ (4.2%)નો જ ઉપયોગ થયો છે, જ્યારે 95.8% ફંડ અણવપરાયેલું રહ્યું છે. ખાસ કરીને, 14 મતવિસ્તારોમાં એક પણ કામ પૂર્ણ થયું નથી.
 MPLAD: ડેટા અનુસાર, ભરુચ લોકસભા મતવિસ્તારમાં સૌથી વધુ 1.73 કરોડ રૂપિયા ખર્ચાયા છે, ત્યારબાદ પાટણ (1.56 કરોડ) અને સાબરકાંઠા (1.08 કરોડ)નો સમાવેશ થાય છે. જોકે, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર અને નવસારી જેવા મતવિસ્તારોમાં MPLAD ફંડમાંથી એક પણ રૂપિયો ખર્ચાયો નથી.
MPLADફંડ શું છે?
MPLAD યોજના હેઠળ દરેક સાંસદને પોતાના મતવિસ્તારના વિકાસ માટે વાર્ષિક 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. આ ફંડમાંથી સાંસદો ભલામણ કરેલા કામો જિલ્લા આયોજન મંડળ દ્વારા અમલીકરણ એજન્સીને સોંપવામાં આવે છે.
ગુજરાતના મતદાતાઓ પોતાના સાંસદો પાસેથી વિકાસની અપેક્ષા રાખે છે, પરંતુ 95.8% ફંડ અણવપરાયેલું રહેવું એ ચિંતાનો વિષય છે. 18મી લોકસભાને એક વર્ષ પૂર્ણ થયું, છતાં ઘણા મતવિસ્તારોમાં વિકાસ કાર્યો શરૂ જ નથી થયા. આ સ્થિતિ લોકોના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે અને સાંસદોની જવાબદારી પર સવાલો ઉભા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *