Deputy Mamlatdar Transfer : ગુજરાત મહેસૂલ વિભાગે રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતા 80 જેટલા નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના આદેશ જારી કર્યા છે આ બદલીઓ કર્મચારીઓની અંગત અરજીઓ અને વહીવટી જરૂરિયાતોને ધ્યાને રાખીને કરવામાં આવી છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા મહત્વના જિલ્લાઓમાં નવા અધિકારીઓની ફાળવણી કરવામાં આવી છે
Deputy Mamlatdar Transfer : બદલની આદેશ
મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી રવિ પટેલની સહીથી બહાર પડાયેલા આ હુકમ મુજબ વર્ગ 3 સંવર્ગના 80 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે આ યાદીમાં પોરબંદર નર્મદા જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાંથી અધિકારીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે કે પી રાવલને પોરબંદરથી છોટા ઉદેપુર બદલી આપવામાં આવી છે જ્યારે જીંકલ એસ પ્રજાપતિને નર્મદાથી ગાંધીનગર ખાતે નિમણૂક મળી છે મોટાભાગના અધિકારીઓને તેમની વિનંતીના આધારે અમદાવાદ અને ગાંધીનગર ખાતે ફાળવવામાં આવ્યા છે
આચારસહિતા અને બદલીના નિયમો
હાલમાં 111 ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણીને કારણે આદર્શ આચારસહિતા અમલમાં છે આથી જે કર્મચારીઓ ચૂંટણી લક્ષી કામગીરી સાથે સંકળાયેલા છે તેમને આચારસહિતા પૂર્ણ થયા બાદ જ છૂટા કરવામાં આવશે વધુમાં આ બદલીઓ સ્વ વિનંતીથી થઈ હોવાથી કર્મચારીઓને કોઈ પણ પ્રકારનું ભાડાભથ્થું કે જોઈનિંગ ટાઈમ મળવાપાત્ર રહેશે નહીં જો કોઈ કર્મચારી આ બદલીથી સંતુષ્ટ ન હોય તો તેમણે 2 દિવસમાં વિભાગને રિપોર્ટ કરવાનો રહેશે
800 તલાટી અને કારકુનોને બઢતીની ભેટ
આ બદલીઓ ઉપરાંત મહેસૂલ વિભાગે એક ઐતિહાસિક નિર્ણય લેતા 800 જેટલા મહેસૂલી તલાટી અને કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી આપી છે લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલી આ બઢતી પ્રક્રિયા પૂર્ણ થતા કર્મચારીઓમાં આનંદની લહેર જોવા મળી રહી છે
આ પણ વાંચો: ગુજરાતના 72 તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, બગસરામાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ

