Gujarat Revenue Talati recruitment 2025: ગુજરાતમાં તલાટી માટે બદલાઈ ભરતી પદ્ધતિ: યુવાનો માટે હવે નવી ચેલેન્જ

Gujarat Revenue Talati recruitment 2025: ગુજરાત રેવન્યુ તલાટી ભરતી 2025 હવે નવી લાયકાતો અને પદ્ધતિઓ સાથે વધુ સ્પર્ધાત્મક બની છે. રાજ્ય સરકારે તલાટીની ભરતી માટે બે મોટા ફેરફારની જાહેરાત કરી છે, જેના કારણે હવે આ નોકરી મેળવવી પહેલાંથી વધુ કઠિન બની ગઈ છે.

Gujarat Revenue Talati recruitment 2025: શૈક્ષિણક લાયકાતમાં મોટો બદલાવ
Gujarat Revenue Talati recruitment 2025 : અગાઉ તલાટી માટે ધોરણ 12 પાસ લાયકાત પૂરતી ગણાતી હતી, હવે આ નિયમને બદલીને રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ઉમેદવાર પાસે સ્નાતક (Graduate) ડિગ્રી હોવી ફરજિયાત રહેશે. આ બદલાવનું મુખ્ય ઉદ્દેશ્ય ભરતી પ્રક્રિયામાં વધુ લાયક અને સક્ષમ ઉમેદવારોને સામેલ કરવાનો છે.

વય મર્યાદા વધારાઈ
પહેલાં તલાટી માટે મહત્તમ વય મર્યાદા 33 વર્ષ હતી. હવે તે વધારીને 35 વર્ષ કરી દેવામાં આવી છે. તેથી વધુ યુવાનોએ સરકારી નોકરી માટે હવે સ્પર્ધા કરવાની તક મળશે.

પરીક્ષા પદ્ધતિ પણ થઈ વધુ કડક
તલાટીની ભરતી પ્રક્રિયા હવે વધુ સ્ટ્રક્ચર્ડ થઈ છે. પહેલા માત્ર એક જ લેખિત પરીક્ષા થતી હતી, જ્યારે હવે GPSC જેવી સ્ટાઈલ અપનાવવામાં આવી છે:

Prelims (પ્રાથમિક પરીક્ષા)

Mains (મુખ્‍ય પરીક્ષા)

આ પદ્ધતિના કારણે હવે માત્ર સામાન્ય તૈયારી પૂરતી નથી રહી – દરેક રાઉન્ડ માટે ખાસ આયોજન જરૂરી બન્યું છે.

4.5 લાખથી વધુ અરજીઓ: યુવાઓના નિરાશા વ્યક્ત
આ વખતે તલાટીની ભરતી માટે સરકારને સાડા ચાર લાખથી વધુ અરજીઓ મળી છે, જે ગુજરાતની રોજગાર સ્થિતિ અંગે વાસ્તવિકતા દર્શાવે છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે યુવાઓમાં સરકારી નોકરી માટે કેટલી ઊંચી માંગ છે. અસંખ્ય યુવાઓએ એમબીએ અને ડબલ ગ્રેજ્યુએટ હોવા છતાં પણ તલાટી માટે અરજી કરી છે.

તલાટીઓ વગર ગામડાઓનો વહીવટ બગડ્યો
પંચાયતોમાં ઘણા સમયથી તલાટી પદ ખાલી હોવાને કારણે એક જ તલાટી પર બે-ત્રણ ગામોની જવાબદારી હતી. વહીવટમાં અસર પડે છે એ હકીકતના પગલે રાજ્ય સરકારે હવે નવી ભરતીના દોરમાં સુધારાની જરૂરિયાત અનુભવી છે.

શું વિદ્યાર્થીઓ માટે હવે તલાટી સપનાની નોકરી રહેશે?
નવા નિયમો તલાટી બનવાની પ્રક્રિયા કદાચ વધુ કઠિન બનાવે, પણ એકદમ સ્પષ્ટતા લાવે છે કે સરકારે લાયક ઉમેદવારો માટે દરવાજા ખુલ્લા કર્યા છે. સ્નાતક યુવાઓ માટે આ વધુ સારી તક બની શકે છે—પરંતુ હવે સફળતા માટે વધુ મહેનત અને યોજના સાથે તૈયારી જરૂરી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *