Israeli hostages: ટ્રમ્પની ધમકી બાદ હમાસના તેવર નરમ, ઇઝરાયેલા બંધકોને છોડવા તૈયાર!

Israeli hostages:

Israeli hostages: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલી ૨૦-સૂત્રીય ગાઝા શાંતિ સમજૂતી પર હમાસનું વલણ હવે નરમ પડતું દેખાઈ રહ્યું છે. ટ્રમ્પે હમાસને રવિવાર, ૫ ઓક્ટોબર, સાંજે ૬ વાગ્યા (વોશિંગ્ટન ડી.સી. સમય) સુધીમાં આ ડીલ સ્વીકારવા માટે અંતિમ ચેતવણી આપી હતી, અને ચેતવણી આપી હતી કે જો તેઓ સ્વીકાર નહીં કરે તો તેમના પર ‘બધા જ નરક’ તૂટી પડશે. ટ્રમ્પની આ ખુલ્લી ધમકી બાદ, હમાસે શુક્રવારે (૩ ઓક્ટોબર) એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેઓ ટ્રમ્પની યોજનાના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર સહમતિ દર્શાવે છે.

Israeli hostages:  રિપોર્ટ્સ મુજબ, હમાસે આ યોજનાની બે મુખ્ય શરતો પર પોતાની સંમતિ આપી છે: પહેલી, હમાસ ગાઝા પટ્ટી પરનું પોતાનું શાસન છોડવા તૈયાર છે; અને બીજી, હમાસ પાસે બાકી રહેલા તમામ જીવિત કે મૃત ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા માટે તૈયાર છે. આ યોજનામાં ઇઝરાયેલ દ્વારા યુદ્ધવિરામ, સેનાની આંશિક પાછી ખેંચી લેવા, પેલેસ્ટાઈની કેદીઓની મુક્તિ, અને ગાઝામાં માનવતાવાદી સહાયનો મોટો પ્રવાહ શરૂ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

જોકે, હમાસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હજી પણ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર વધુ વિચાર-વિમર્શ કરવા માંગે છે. રિપોર્ટમાં એ વાતનો કોઈ ઉલ્લેખ નથી કે હમાસ નિઃશસ્ત્રીકરણ (Disarming) માટે તૈયાર છે, જે ઇઝરાયેલની મુખ્ય માંગણીઓમાંની એક છે. ટ્રમ્પની યોજનાને ઇઝરાયેલ તેમજ ઘણા આરબ અને અન્ય મુસ્લિમ દેશોએ આવકારી છે. હવે દુનિયાની નજર રવિવારની ડેડલાઇન પર ટકેલી છે કે હમાસ આ ઐતિહાસિક સમજૂતી પર અંતિમ મહોર મારે છે કે નહીં.

 

આ પણ વાંચો:   બરેલીમાં જુમ્માની નમાઝને લઈને એલર્ટ: બે દિવસ માટે ઇન્ટરનેટ સેવા ફરી બંધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *