ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં અતિભારે વરસાદ:  ગુજરાતમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે, અને ભારે થી અતિભારે વરસાદની આગાહીએ રાજ્યના અનેક વિસ્તારોમાં હલચલ મચાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી અનુસાર, 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે, 19 જુલાઈ 2025ના રોજ, સવારે 6 થી બપોરે 12 વાગ્યા દરમિયાન રાજ્યમાં સરેરાશ 4.17 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ પર પાણી ભરાયા, ઘરોમાં પાણી ઘૂસ્યું, અને સરકારી હોસ્પિટલોમાં પણ પાણી ઘૂસતાં દર્દીઓ, તેમના પરિજનો અને સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

રેડ એલર્ટ
ગુજરાતમાં અતિભારે વરસાદ: હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી, રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓના વહીવટી તંત્રને સાબદું રહેવા અને કટોકટીનો સામનો કરવા તાત્કાલિક પગલાં લેવા સૂચના અપાઈ છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

ઓરેન્જ એલર્ટ
ભારે વરસાદની ચેતવણીપોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, અને બોટાદ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે, અને નાગરિકોને સાવચેતી રાખવા તેમજ અનિવાર્ય ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગ અને વહીવટી તંત્રે નાગરિકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા, અનિવાર્ય ન હોય તો બહાર ન નીકળવા, અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. પૂરની સ્થિતિ અને જળબંબાકારને ધ્યાનમાં રાખીને, નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો-  ગુજરાતમાં CMO ઓફિસ સહિત સરકારી કચેરીઓને બોમ્બ ઉડાવવાની ધમકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *