ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

અતિભારે વરસાદ:  ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં ચાર હવામાન સિસ્ટમના સક્રિય થવાથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

વરસાદની આગાહી અને એલર્ટ
ઉત્તર ગુજરાત: રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી.
મધ્ય ગુજરાત: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં ઓરેન્જ અને યલો એલર્ટ.
કચ્છ અને સૌરાષ્ટ્ર: કચ્છ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમરેલી, બોટાદ, ભાવનગરમાં યલો એલર્ટ.
દક્ષિણ ગુજરાત: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ; તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ

અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ
અતિભારે વરસાદ: અમદાવાદ શહેરમાં મૂશળધાર વરસાદના લીધે નીચાણવાણા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જેના પગલે શહેરના મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, નારોલ, ખોખરા જેવા વિસ્તારોમાં ભારે પ્રભાવ જોવા મળ્યો. છેલ્લા કેટલાક કલાકોમાં શહેરમાં 1 થી 2.25 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે રસ્તાઓ પર ગોઠણસમું પાણી ભરાયું, દુકાનોમાં પાણી ઘૂસ્યું અને સોસાયટીઓમાં નુકસાન થયું.

અમદાવાદના વરસાદી આંકડા:પૂર્વ ઝોન: 1.83 ઇંચ
ઉત્તર ઝોન: 2.5 ઇંચ
દક્ષિણ ઝોન: 1.25 ઇંચ
પ્રભાવિત વિસ્તારો: મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, લાંભા, નારોલ, ખોખરા, પાલડી, વેજલપુર, નિકોલ, નરોડા, સરસપુર, વટવા, થલતેજ, સાયન્સ સિટી, મોટેરા, સાબરમતી.

 

આ પણ વાંચો-   હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 શ્રદ્વાળુઓના મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *