ગુજરાતમાં ભારે વરસાદ: હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચીને સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે ચર્ચા કરી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું.
ગુજરાતમાં ભારે વરસાદ: ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં, રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે મોડાસામાં 6.25 ઇંચ, તલોદમાં 5.5 ઇંચ, સિદ્ધપુરમાં 5.25 ઇંચ, અને કપરાડા તથા દહેગામમાં 4.75 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જે ચોમાસાની તીવ્રતા દર્શાવે છે.
આ પણ વાંચો- ખેડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહેમદાવાદમાં 6 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ,અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ