ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે આપ્યા આ સૂચન

ગુજરાતમાં વરસાદ આગાહી
ગુજરાતમાં વરસાદ આગાહી- ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ વરસાદી માહોલ શરૂ થયો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે.
ગુજરાતમાં વરસાદ આગાહી- આજે ગુરુવારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આગામી 7 દિવસની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 28 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
  • 23થી 25 મે, 2025:
    રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
  • 26 મે, 2025:
    રાજ્યના 15 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, જેમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન અને મેઘગર્જના સાથે ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે.
સરકારની તૈયારી
રાજ્યના મુખ્યમંત્રીએ યલો એલર્ટવાળા જિલ્લાઓના વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી છે. નાગરિકોને પણ સલામતીના પગલાં લેવા અને હવામાનની અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *