અમેરિકાના લોસ એન્જલસમાં મોટી દુર્ઘટના ઘટી છે, હાઇસ્પીડમાં આવી રહેલી કાર ભીડમાં ઘૂસી જતા 20થી વધુ લોકો ઘાયલ થયા હતા અને પાંચની હાલત ખુબ ગંભીર હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર હોલીવુડના સાન્ટા મોનિકા બુલવર્ડ પર અચાનક એક હાઇ સ્પીડ કારે તબાહી મચાવી દીધી, કારે ભીડ પર ચડી જતા અફાતફરીનો માહોલ સર્જાયો હતો, ઘટનામાં ઘાયલ લોકોને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, ઇજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, કારનો ડ્રાઈવર બેભાન થઈ ગયો. આ પછી, કાર એક નાઈટક્લબમાં ઘૂસી ગઈ. જે વિસ્તારમાં આ ઘટના બની તે વિસ્તાર ઘણા હોલીવુડ સ્ટાર્સનું ઘર છે.
લોસ એન્જલસમાં મોટી દુર્ઘટના – જાન્યુઆરીની શરૂઆતમાં, ન્યૂ ઓર્લિયન્સમાં એક ટ્રંક ભીડમાં ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા. અકસ્માત બાદ, ટ્રકના ડ્રાઈવરે ગોળીબાર શરૂ કરી દીધો હતો.એક દિવસ પહેલા લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટ (કાયદા અમલીકરણ એજન્સી) સુવિધામાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમના કાર્યાલયે જણાવ્યું હતું કે તેમને આ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી. લોસ એન્જલસ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે તેમણે સવારે લગભગ 7.30 વાગ્યે સંભવિત વિસ્ફોટ અંગેના કોલનો જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો- ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ, સરકારી પ્લોટની હરાજી કરાઇ?