ઐતિહાસિક મહેમદાવાદ આજે પણ રોજા-રોજી અને ભમ્મરિયા કૂવાથી છે મશહુર

યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલના રોજ “વર્લ્ડ હેરિટેજ ડે” તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઈતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે.આજે 18 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વ વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરી રહ્યો છે.

મહેમદાવાદ શહેરના ઇતિહાસના સંશોધનકર્તા મર્હુમ જલાલુદ્દીન મલેક હતા. તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના સભ્ય પણ હતા. તેમની ઇતિહાસ પ્રત્યેની રૂચિના લીધે મહેમદાવાદનો ઇતિહાસ આજે પણ લોકો જાણી શકે છે.તેમના પુત્ર મલેક મુસ્તાક મલેક છે તેમણે મહેમદાવાદ એક અધ્યયન નામની પુસ્તિકા પણ લખી છે, હવે રંગીન મહેમદાવાદનો પુસ્તક પણ લગભગ તૈયાર થઇ ગયો છે તેનો વિમોચન પણ ટૂંક સમયમાં રાખવામાં આવશે. મહેમદાવાદના રોજા-રોજીને યુનેસ્કો દ્વારા હેરિટેજમાં સમાવેશ થાય તેવી રજૂઆત કરવાની નેમ મહેમદાવાદના પત્રકાર મુસ્તાક મલેકની છે.

મહેમદાવાદના અનેક ઐતિહાસિત  ઇમારતો આવેલી છે, પણ આજે પણ રોજા-રોજી ,ભમ્મરિયો કૂવો અને દૂધિયા તળાવ આજેપણ મોજુદ છે. ભમ્મરિયો કૂવો અને રોજા-રોજીને જોવા માટે આજે પણ દેશ- વિદેશથી લોકો આવે છે.

શિલાલેખ

ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે જે વિશ્વ ફલક પર જાણીતા છે. ખેડા જિલ્લાના ઐતિહાસિક નગર તરીકે જાણીતું બનેલું મહેમદાવાદ તેના વારસાને લીધે જગવિખ્યાત છે. શહેરના ઇતિહાસની વાત કરીએ તો શાહી ટાંક સુલતાન મહેમુદ બેગડાએ તેમના અમીર ઉમરાવ મલેક મહેમુદ નિઝામને આદેશ આપ્યો કે મહેમુદાબાદ નામનું શહેર નદી કિનારે વસાવવામાં આવે. જેને પગલે રાજાના હુકમને અનુસરીને 8 ડિસેમ્બર 1465ના રોજ મહેમદાવાદ શહેરની સ્થાપના થઇ હતી.મહેમુદ બેગડાના આદેશ અનુસાર તેમના ઉમરાવ મહેમુદ નિઝામે વિક્રમ સંવત 1522 અને ઇ.સ. 8 ડિસેમ્બર 1465 શહેરની સ્થાપના કરી હોવાનો ઉલ્લેખ છે. આજે પણ જૂની કચેરીમાં મહેમદાવાદનો શિલાલેખ મોજુદ છે.

નોંધનીય છે કે મહેમદાવાદ શહેર પર મહેમુદ બેગડા અને મહેમુદ સૂયમ (ત્રીજા)એ શાસન કર્યું હતું. મહેમદાવાદનો વિકાસ આ બંન્નેના શાસનકાળમાં વધારે થયો હતો. મહેમદાવાદની અનેક ઇમારતો પૈકી પુસ્તા મહેલ, સરા, શહેરના ચાર દરવાજા સહિતની ઇમારતો મહેમુદ બેગડાએ બંધાવી હતી. જ્યારે મહેમુદ સૂયમ (ત્રીજા)ના શાસનમાં ભમ્મરિયા કૂવો, ચાંદ-સૂરજ મહેલ, આહુખાના સહિતની અનેક ઐતિહાસિક ઇમારતો બંધાઈ હતી. આ ઉપરાંત મહેમૂદ સૂયમ ત્રીજાએ મહેમદાવાદને ગુજરાતનું પાટનગર પણ બનાવ્યું હતું.

ભમ્મરિયા કૂવા

ઉલ્લેખનીય છે કેમહેમદાવાદના ભમ્મરિયા કૂવાનો નેશનલ મોન્યુમેન્ટમાં સમાવેશ થયો છે. મહેમદાવાદથી ખેડા તરફ જતાં બે કિલોમીટર પર ભમ્મરિયો કૂવો આવેલો છે. આ કૂવાનો વ્યાસ 36 ફુટ છે, તેની અંદર ઓરડા પણ બાંધવામાં આવેલા છે. પહેલા માળે ચાર ઓરડા અને બીજા માળે 8 ઓરડા આવેલા છે. આ એક ભૂર્ગભ મહેલ છે. જે તેની ખાસિયત છે.

રોજા-રોજી

મહેમદાવાદની વાત્રક નદીના કિનારે ઐતિહાસિક ઇમારત રોજા-રોજી આવેલી છે. આ રોજા-રોજી મકબરો નેશનલ મોન્યુમેન્ટમાં સામેલ છે. મહેમુદ સૂયમ (ત્રીજા)ના અમીર ઉમરાવ અને સંત સૈયદ મુબારકે અહીંયા સૈયદપુરા ગામ વસાવ્યું હતું. તેઓ રાજકીય લડાઇમાં શહીદ થયા હતા, જેથી તેમના પુત્ર મીરાન સૈયદે એ સમયે અંદાજિત રૂ. બે લાખના ખર્ચે અહીયાં પોતાના પિતા સૈયદમુબાક માટે મઝાર બંધાવી હતી. બાદશાહ જહાંગીરે આ મઝાર જોઇને કહ્યું હતું કે તેમણે આટલો ઉંચો મકબરો ક્યારેય જોયો નથી.

રોજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *