HMPV Cases in Gujarat : ગુજરાતમાં HMPVના કેસમાં વધારો: રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક પાંચ સુધી પહોંચ્યો

HMPV Cases in Gujarat

HMPV Cases in Gujarat : ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ નોંધાતા ચિંતાનું મોજું ફેલાયું છે. આજે, 11 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદમાં રહેતા કચ્છના મૂળ નિવાસી, 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજ્યમાં HMPVના કુલ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે.

આ આધેડને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. મહત્વની વાત એ છે કે દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી, જે આ કેસને વધુ ચિંતાજનક બનાવે છે.

HMPVના અગાઉના કેસો
પ્રથમ કેસ: 24 ડિસેમ્બર, 2024ના રોજ ચાંદખેડાના ઓરેન્જ હૉસ્પિટલમાં દાખલ 2 મહિનાના બાળકનો રિપોર્ટ 26 ડિસેમ્બરે પોઝિટિવ આવ્યો હતો. AMC આરોગ્ય વિભાગે હોસ્પિટલને નોટિસ પાઠવી છે, કારણ કે તંત્રને આ કેસ અંગે સમયસર જાણ કરવામાં આવી નહોતી.
બીજો કેસ: હિંમતનગરમાં 8 વર્ષના બાળકમાં HMPV પોઝિટિવ આવ્યો હતો. તેને ICUમાં દાખલ કરાયું અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું.
ત્રીજો કેસ: 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ અમદાવાદના મેમનગરની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં પોઝિટિવ નોંધાયો હતો.
ચોથો કેસ: 9 મહિનાના બાળકમાં HMPV પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. બાળકને પહેલા વિહા ચિલ્ડ્રન હૉસ્પિટલ અને બાદમાં ચાઇલ્ડહુડ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયું હતું.

સરકાર દ્વારા જારી એડવાઇઝરી
ગુજરાત સરકારે જાહેર કરેલા માર્ગદર્શનમાં HMPVના લક્ષણો અને સંભાળ અંગે ખાસ ધ્યાન આપવાની અપીલ કરવામાં આવી છે. HMPV મુખ્યત્વે શિયાળાની ઋતુમાં જોવા મળે છે અને મોટા ભાગે નાના બાળકો અને વૃદ્ધોને અસર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *