HMPV virus : શું છે આ ખતરનાક બીમારી અને કેવી રીતે કરી શકાય સાવચેતી? જાણો સંપૂર્ણ માહિતી

HMPV virus

HMPV virus : કોરોના, એ વાયરસ જેના ઘાતક હુમલાથી દુનિયા હજુ પણ બહાર નથી નીકળ્યું. કોવિડ-19 દ્વારા વૈશ્વિક સ્તરે પરેશાનીઓ સર્જી રહી છે, ત્યારે હવે એક નવો ચીની વાયરસ ખતરાના સિગ્નલ આપે છે. રાજ્યમાં એ નવી ચીની વાયરસની એન્ટ્રી થઈ છે, જેના કારણે ગુજરાતનું સ્વાસ્થ્ય મંત્રાલય ચિંતિત બની ગયું છે. આ વાયરસ શું છે અને કઈ રીતે સાવચેત રહેવું જોઈએ? આવો જાણીએ આ રિપોર્ટમાં.

ગુજરાતમાં HMPV (હ્યુમન મેટાન્યૂમોવાઇરસ) વાયરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. આ વિસ્તારમાં એક બાળક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે, પરંતુ ચિંતાનો કોઇ વિષય નથી. બાળકને સામાન્ય શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો હતા, અને હાલ તેનું સ્વાસ્થ્ય સ્થિર છે.

અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં 2 મહિનાના બાળકમાં HMPVના કેસ પોઝિટિવ આવ્યો છે. . 24 ડિસેમ્બર 2024ના રોજ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, અને 26 ડિસેમ્બરે પોઝિટિવ રિપોર્ટ આવી ગયો હતો. AMCએ હસ્તક્ષેપ કરી છે અને હોસ્પિટલના સંચાલકોને આ અંગે સ્પષ્ટીકરણ આપવાની સૂચના આપી છે.

ગુજરાત સરકાર હવે કાર્યમાં આવી રહી છે. હોસ્પિટલોને RTPCR ટેસ્ટ માટે કિટ્સ મંગાવવાની સૂચના પણ આપવામાં આવી છે. ગુજરાત સિવિલ હોસ્પિટલમાં HMPV દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે અને બાળરોગ વિભાગને તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે.

HMPV વાયરસના કારણે શરદી, ખાંસી, તાવ અને કફ જેવા લક્ષણો જોવા મળે છે. આ વાયરસમાં કોઈ સ્પેશિયલ વેક્સિન અથવા દવા નથી, પરંતુ લક્ષણોને આધારે સારવાર આપવામાં આવે છે. આ વાયરસ ખાસ કરીને બાળકોને અસર કરે છે, પરંતુ નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અને વૃદ્ધોને પણ આ વાયરસ અસર કરી શકે છે.

આ વાયરસથી ડરવું નહીં, પરંતુ સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *