મહેમદાવાદમાં મુસ્લિમ તેજસ્વી વિધાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

મહેમદાવાદ

મહેમદાવાદ મુસ્લિમ  સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આ મુસ્લિમ સમાજ ગ્રુપ દ્વારા મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયેલા છે તેમનો સન્માન સમારોહ રાખીને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહેમદાવાદ કચેરી દરવાજા બહાર ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં તારીખ  20-10-2024ના રોજ બપોરે બે કલાકે સન્માન સાથે ઇનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.

નોંધનીય છે કે મહેમદાવાદ મુસ્લિમ સમાજ એજ્યુકેશન વોટસઅપ ગ્રુપની સ્થાપના મહેમદાવાદ સર્વોદય કો.ઓપરેટીવ સોસાયટીના મેનેજર રફીકભાઇ વોરાએ કરી હતી તેમણે આ ગ્રુપ 2021માં શરૂ કર્યો હતો.તેમણે મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ વધે અને લોકો સુધી તમામ સરકારી યોજના સહિતની શૈક્ષણિક માહિતી લોકો સુધી પહોંચે તે હેતુથી તેમણે વોટસઅપ ગ્રુપ બનાવ્યો, આ ગ્રુપની શરૂઆતના જે સહભાગી સભ્ય હતા તેમાં હાજી સાકિર સૈયદ, સાજીદ અબ્દુલબક્કર વોરા, હાજી મોઇન અને હુમાયુ મલેકે પણ સમાજમાં શિક્ષણનો ફેલાવો થાય તે માટે ભારે જહેમત ઉઠાવી. આ વોટસઅપ ગ્રુપમાં સભ્યો જોડાતા ગયા અને સમાજના તમામ ફિરકના લોકો એક મંચ પર કોઇપણ વિખવાદ વગર સાથે આવ્યા. સમાજમાં શિક્ષણ હશે તો સમાજ અડીખમ ઉભો રહેશે તેવી તેમની વિચારધારાએ ગ્રુપને એટલો મજબૂત બનાવ્યો કે ગ્રુપના સભ્યો સહિતના લોકો પાસે લોકફાળો ઉઘરાવીને પ્રથમ મહેમદાવાદ તાલુકાના તેજસ્વી વિધાર્થીઓ માટે સન્માન અને ઇનામ વિતરણનો કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના મહાન રાષ્ટ્રપતિ અને વિચારક અબ્રાહમ લિંકનની ખૂબ સારી વાત કહી છેત વિચારો ત્યાં સુધી વિચોરો છે કે જયાં સુધી તે અમલમાં ન આવે. આ કહેવતને સાર્થક કરવામાં હાજી રફિકભાઇ મેનેજર, હારિસ મલેક, હુમાયુ મલેક સહિતના અનેક ગ્રુપના સભ્યોએ ભારે જેહમત ઉઠાવીને સમાજમાં શિક્ષણ મૂલ્ય વધે તે માટે તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહોનો વિચાર કર્યો અને આ વિચાર પરિપૂર્ણ થવા જઇ રહ્યા છે. તમામ મહેમદાવાદ તાલુકાના મુસ્લિમોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું છે.આ મુસ્લિમ સમાજના તેજસ્વી વિધાર્થીઓનો સન્માન કરાવામાં આવશે તેમને મેડલ, પ્રમાણપત્ર અને ફાઇલ બેગ સહિત કેટલી સેટ આપવામાં આવશે.

આ ઇનામ વિતરણ સમારોહ 20-10-2024ના રોજ બપોરે 2 કલાકે યોજવામાં આવશે. સ્થળ: મહેમદાવાદ કચેરી દરવાજા બહાર ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ.

આ પણ વાંચો- વાવ બેઠક પર જામશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *