પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીએ લગાવ્યા ‘અલ્લાહ હુ અકબર’ ના નારા,જાણો પછી શું થયું….જુઓ વીડિયો

Paris Olympics 

Paris Olympics  મહાકુંભ ઓલિમ્પિક સાથે વિવાદો જોડાયેલા રહ્યા છે અને હવે આ યાદીમાં તાજિકિસ્તાનના જુડો ખેલાડીનું નામ સામેલ કરવામાં આવ્યું છે. રવિવારે રમાયેલી જુડો ઈવેન્ટમાં ઈઝરાયેલ અને તાજીકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થઈ હતી. જેમાં તાજિકિસ્તાન તરફથી રમવા આવેલા નૂરઅલી ઈમોમાલીએ મેચ બાદ ઈઝરાયેલના તોહર બુટબુલ સાથે હાથ મિલાવવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી અલ્લાહ હુ અકબરના નારા પણ લાગ્યા હતા. બીજી જ મેચમાં તે જાપાની ખેલાડી સામે રમ્યો અને ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈને ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો.

 

 

રવિવારે( Paris Olympics) પેરિસ ઓલિમ્પિકના રાઉન્ડ ઓફ 16 જુડો મેચમાં તાજિકિસ્તાનની ખેલાડી નુરાલી ઈમોમાલીએ જે કર્યું તેની આખી દુનિયામાં ટીકા થઈ રહી છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ અનુસાર, ઇઝરાયેલના તોહર બુટબુલ સામેની મેચ જીત્યા બાદ નૂરઅલીએ હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો અને પછી અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા હતા. આવી ઘટનાને કોઈ યાદ કરવાનું પસંદ નહિ કરે.

જ્યારે તાજિકિસ્તાનની જુડો ખેલાડી નૂરઅલીએ રવિવારે રાઉન્ડ ઓફ 16 જીત્યા બાદ ઈઝરાયેલના ખેલાડી સાથે હાથ મિલાવવાનો ઈન્કાર કર્યો હતો, ત્યારે બધાએ તેની ટીકા કરી હતી. આ પછી, આગળના રાઉન્ડની મેચમાં, તેનો સામનો જાપાનના એક ખેલાડી સાથે થયો જેમાં તે મેચ દરમિયાન એટલી ખરાબ સ્થિતિમાં પડી ગયો કે તેનો ખભા તૂટી ગયો. ગંભીર ઈજાના કારણે તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો હતો

ઈઝરાયેલના ખેલાડી સાથે હાથ ન મિલાવ્યા બાદ નૂરલી ઈજાના કારણે આગામી મેચમાંથી બહાર થઈ ગઈ છે ત્યારે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આવી રહી છે. લોકોએ કર્મ વિશે વાત કરતા કહ્યું કે તાજિકિસ્તાનના જુડો ખેલાડીએ જે પ્રકારનું પગલું ભર્યું છે તે રમતની ભાવનાની વિરુદ્ધ છે. આ માટે તેને સજા થઈ અને આ રીતે તે ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો.

આ પણ વાંચો –  પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીના પરફોર્મન્સ પર કંગના રનૌત ભડકી, જાણો શું કહ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *